ટેસ્ટમાં સતત 2 હાર બાદ એક્શનમાં BCCI, કોહલી અને કોચ શાસ્ત્રી પાસે માંગશે જવાબ
બીસીસઆઈએ એક સૂત્રએ કહ્યું કે, બેટિંગ કોચ સંજય બાંગડ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે, ત્રીજી ટેસ્ટ પછી દિનેશ કાર્તિકનું ટીમમાંથી પત્તું કપાઈ શકે છે. સાથે જ મુરલી વિજય અને શિખર ધવન પર પણ ખતરો ઉભો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની પસંદગી ત્રીજી ટેસ્ટ પછી કરવામાં આવશે જે શનિવારે નોર્ટિંગહામમાં શરૂ થશે. બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, ભારતીય ટીમ તે ફરિયાદ કરી શકે છે કે, તેને તૈયારી કરવાનો પર્યાપ્ત સમય મળ્યો નથી. દક્ષિણ આફ્રિકા શ્રેણી પછી ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમ અને પ્રેક્ટિસ મેચો ના રમી શકવાની ફરિયાદ કરી હતી. તેમની સાથે વાત કર્યા પછી જ અમે નક્કી કર્યુ કે ટી-20 શ્રેણી ટેસ્ટથી પહેલા રમાડવામાં આવશે.
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ બે ટેસ્ટમાં ભારતની શરમજનક હાર બાદ ભારતીય ટીમ અને મેનજમેન્ટ પર ફેન્સ સતત સવાલો ઉઠાવી રહ્યા છે. કોઈને પણ ટીમ ઈન્ડિયાના આટલા ખરાબ પ્રદર્શનની આશા નહોતી. પ્રથમ ટેસ્ટમાં 31 રનથી પરાજય બાદ બીજી ટેસ્ટમાં તો જીતનો જુસ્સો ખત્મ થઈ ગયો અને તેઓ ઈનિંગ્સ અને 159 રને હાર મેળવી. ટીમ ઈન્ડિયાના આ પ્રકારના પ્રદર્શન બાદ બીસીસીઆઈ નારાજ થયું છે. જાણકારી મુજબ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઈના પ્રશ્નોના જવાબ આપવા પડી શકે છે.
જો ભારત શ્રેણી હારશે તો શાસ્ત્રી અને કોહલીના અધિકારોમાં કપાત થઈ શકે છે. અધિકારીઓએ કહ્યું, શાસ્ત્રી અને વર્તમાન સહયોગી સ્ટાફ ઓસ્ટ્રેલિયામાં (2014-15માં 0-2) દક્ષિણ આફ્રિકા (2017-18માં 1-2)માં શ્રેણી હાર્યા અને હવે ઈંગ્લેન્ડમાં આપણે કફોડી સ્થિતિમાં છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -