નવી દિલ્હી: ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે કૉસ્ટ કટિંગ પર ધ્યાન આપી રહ્યું છે. આઈપીએલ ટીમોને મળતી ઈનામની રકમમાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ હવે અધિકારીઓની હવાઈ મુસાફરીને લઈ મોટો નિર્ણય લીધો છે. BCCIએ જાહેરાત કરતા કહ્યું કે હવેથી માત્ર સિનિયર અને જૂનિયર નેશનલ ટીમના ચીફ સિલેક્ટર્સ જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. એવામાં હવે પેનલના નવા ચેરમેનને જ આ સુવિધા મળશે જ્યારે બીજા સહયોગીઓને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડશે.
જો કે, આવું ત્યારે જ થશે જ્યારે મુસાફરી 7 કલાકથી ઓછી હશે. વિદેશ યાત્રા માટે આ નિયમ નથી. નાની ફ્લાઈટ્સ અને ડોમેસ્ટિક યાત્રા માટે બીજા સિલેક્ટર્સ અને બીસીસીઆઈ જનરલ મેનેજર્સને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, 2013ની પોલિસી પ્રમાણે અત્યાર સુધી તમામને આ સુવિધા મળતી હતી પરતું બીસીસીઆઈએ તેમાં ફેરફાર કર્યો છે.
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનું માનવું છે કે, જો ઘરેલુ મુસાફરી માટે બિઝનેસ ક્લાસ શ્રેણીની મુસાફરીમાં ઘટાડો થશે તો તેનાથી બોર્ડના ઘણા પૈસા બચાવી શકાશે.
બીસીસીઆઈના પૂર્વ સિલેક્ટરે કહ્યું કે, આ નિર્ણય ઠીક નથી કારણ કે આ પહેલા પણ આવું થયું હતું. જ્યારે અમે ઈકોનોમીથી બિઝનેસ ક્લાસ તરફ જતા હતા ત્યારે અજીબ લાગતું હતું. જેથી અમે તેમાં ફેરફાર કરી દીધો હતો, એવામાં હાલ પણ તેમ કરવાનો કોઈ મતલબ નથી.
સીનિયર સિલેક્શન કમિટીમાં જોશી, રણદીપ સિંહ, હરવિંદર સિંહ, દેવાંગ ગાંધી અને જતિન પરાંજ્યે સામેલ છે. જ્યારે જૂનિયર સિલેક્શન પેનલમાં આશિષ કપૂર અને દેબાશીષ મોહંતી, અમિત શર્મા, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પારિખ સામેલ છે. હવે સુનીલ જોષી અને આશીષ કપૂર જે સિનિયર અને જૂનિયર સિલેક્શન કમિટીના ચીફ છે, તેઓ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે.
કોરોના વાયરસઃ જૂલાઇ-સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે IPL-13
Coronavirus: ભારત પ્રવાસ પડતો મુકીને પરત ફરેલી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને લઈ બોર્ડે લીધો મોટો ફેંસલો, 14 દિવસ અલગ રહેવાનો કરાયો આદેશ
BCCIનું કોસ્ટ કટિંગ, સિલેકટરો પર ચલાવી કાતર, હવે આ ક્લાસમાં જ કરી શકશે મુસાફરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2020 08:53 PM (IST)
BCCIએ જાહેરાત કરતા કહ્યું કે હવેથી માત્ર સિનિયર અને જૂનિયર નેશનલ ટીમના ચીફ સિલેક્ટર્સ જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. જ્યારે બીજા સહયોગીઓને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -