નવી દિલ્હીઃ બંગાળી ફિલ્મની અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ મિમી ચક્રવર્તી ઈંગ્લેન્ડથી મંગળવારે ભારત પરત ફરી હતી. જે બાદ તેણે આજે જાહેરાત કરી કે, કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખી અને સાવધાની તરીકે આગામી 14 દિવસ સુધી ઘરમાં બિલકુલ અલગ જ રહીશ અને પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત નહીં કરું. કોલકાતામાં સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતાં જ મિમિને થર્મલ સ્ક્રીનિંગ અને કોરોના વાયરસ સંબંધિત અન્ય ઔપચારિકતામાંથી પસાર થવું પડ્યું હતું.

તેણે અન્ય કલાકારો સાથે ટર્મિનલથી બહાર નીકળતી વખતે લોકોને અપીલ કરી કે, મહામારીને ફેલાતી રોકવા સરકારી આદેશોનું પાલન કરો. જાદવપુરથી લોકસભા સભ્ય મિમિ ચક્રવર્તીએ કહ્યું, હું દુબઈ થઈને અહીંયા પરત ફરી છું. તેથી તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. મેં મારા માતા-પિતાને મને ઘરે મળવા ન આવવા જણાવ્યું છે. મારા પિતાની ઉંમર 65 વર્ષથી વધારે છે. આગામી સાત દિવસ સુધી હું મારા ઘરમાં જ રહીશ.



મિમિ બંગાળી ફિલ્મો અને ટેલીવિઝનનો જાણીતો ચહેરો છે. સિનેમામાં આવતા પહેલા તેણે મોડલિંગ પણ કર્યુ છે. મિમિ ચક્રવર્તીની ડેબૂય ફિલ્મ બપી બારી જા હતી, જે વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત અનેક શોમાં પણ તેની હાજરી જોવા મળી છે.



કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. દુનિયાભરમાં અત્યાર સુધી 1,98,518 મામલા સામે આવ્યા છે. જ્યારે દુનિયાભરમાં લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિદેશમાં રહેતા કે અન્ય કોઈ કામ માટે વિદેશ ગયેલા લોકોમાં અત્યાર સુધી 276 ભારતીય કોરોનાથી સંક્રમિત છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. એક લેખિત જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાનમાં 225, યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં 151 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સંક્રમિત 10 કેસ સામે આવ્યા છે. જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 16 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 41 કેસ પોઝિટિવ આવ્યા છે.



કોચનું થયું હતું રહસ્યમય મોત, શોએબ મલિક થયો ઈમોશનલ, આ રીતે કર્યા યાદ

શેરબજારમાં કોરોનાનો કહેર, માત્ર ત્રણ જ દિવસમાં રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા થઈ ગયા સ્વાહા

 ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........