નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારત સામેની વન ડે શ્રેણી રદ્દ થયા બાદ સાઉથ આફ્રિકાની ટીમ કોલકાતા એરપોર્ટ પરથી સ્વદેશ ફરી હતી. સાઉથ આફ્રિકા પહોંચ્યા બાદ ટીમે મોટો નિર્ણય લીધો હતો. સ્વદેશ પરત ફર્યા બાદ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને લઇ મોટું પગલું ભર્યું છે. ભારતના પ્રવાસે આવેલા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને આગામી 14 દિવસ સુધી અલગ રહેવા માટે જણાવાયું છે.

કેમ લીધો આ ફેંસલો

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ ડોક્ટર શોએબ માંજરાએ કહ્યું, ખેલાડીઓને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડે તમામ ખેલાડીઓની મેડિકલ તપાસ કરવાનો પણ ફેંસલો લીધો છે. અમે તમામ ખેલાડીઓને ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રહેવા કહ્યું છે. તેમની આસપાસના લોકો, સમાજ અન પરિવારોને સુરક્ષિત કરવાની આ રીત છે.

કોરોનાના લક્ષ્ણ જોવા મળશે તો....

તેમણે કહ્યું, આ દરમિયાન જો કોઈ ખેલાડીમાં લક્ષણ જોવા મળશે તો તેની મેડિકલ તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. ટુર દરમિયાન કેટલાક ખેલાડીએ માસ્ક પહેર્યા હતા, જ્યારે કેટલાકે નહોતા પહેર્યા. યાત્રા દરમિયાન કોઈ ખેલાડી અન્ય વ્યક્તિના સંપર્કમાં પણ નહોતા આવ્યા.

કોચ માર્ક બાઉચરે શું કહ્યું

સાઉથ આફ્રિકાની ટીમના પૂર્વ વિકેટકિપર અને મુખ્ય કોચ માર્ક બાઉચરે કોરોના વાયરસના કારણે ટીમના સાથીઓને બે અઠવાડિયા સુધી ફોન બંધ રાખવા જણાવ્યું છે. બાઉચરે ટ્વિટ કરીને લખ્યું. હાલ વૈશ્વિક બંધમાં એક ચીજની કમી છે, તે છે ફોન. બે સપ્તાહ માટે ફોન બંધ કરવા અંગે તમારો શું વિચાર છે.... ?



 ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........