નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈપીએલની જેમ હવે વન-ડે લીગ પણ શરૂ કરી છે. અંડર-23 વર્ગની આ લીગ બુધવાર (13 ફેબ્રુઆરી)થી શરૂ થઈ રહી છે. તેના ઘણાં ખેલાડીઓ લીગ શરૂ થયા પહેલાં ચર્ચામાં છે. તેમાંથી પ્રથમ નામ અર્જુન તેંડુલકરનું છે તે પણ આ લીગમાં રમશે. અર્જુન મીડિયર પેસર બોલર છે. 


માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને જ્યારથી ક્રિકેટની દુનિયામાં પગ મુક્યો છે ત્યારથી તે ચર્ચામાં છે. ફાસ્ટ બોલિંગ કરનાર અર્જુન આ પહેલા ભારતની અંડર-19 ટીમ માટે પણ રમી ચુક્યો છે. હવે જયપુરમાં શરૂ થતી વન-ડે લીગ માટે મુંબઈની અંડર-23 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જય બિષ્ટની આગેવાનીવાળી ટીમમાં અર્જુનને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્જુનને ડીવાઈ પાટિલ ટી20 કપ અને આરએફએસ તાલ્યરખાન મેમોરિયલ ઈનવિટેશન ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવાનું ઈનામ મળ્યું છે.

કોચ અમિત પગનિસે જણાવ્યું હતું કે, અર્જુનની તાકાસ તેના યોર્કર, બાઉન્સર અને સ્લોઅર છે. અર્જુને વિજય મર્ચન્ટ ટીમ તરફથી રમતા વિજય માંજરેકર ટીમ વિરુદ્ધ કેસી મહિન્દ્રા શીલ્ડ અંડર-19 ટૂર્નામેન્ટમાં 70 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના નેટ પ્રેક્ટિસ સત્ર દરમિયાન પણ બોલિંગ કરી હતી. 


મુંબઈ અંડર-23 ટીમઃ જય બિષ્ટ (કેપ્ટન), હાર્દિક તોમરે (વિકેટકીપર), સુદેવ પાર્કર, ચિન્મય સુતાર, સિદ્ધાર્થ અક્રે, કર્શ કોઠારી, તનુષ કોટિયાન, અકિબ કુરૈશી, અંજદીપ લાડ, ક્રુતિક હાનાગવડી, આકાશ આનંદ, અમન ખાન, અવર્થ અંકોલેકર, અર્જુન તેંડુલકર, સૈરાજ પાટિલ.