કોલકાતા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની અચાનક તબિયત લથડતા કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જિમમાં એક્સરસાઈઝ કરતા સમયે તબિયત બગડી હતી. તેમને છાતીમાં, હાથ અને પીઠમાં દર્દ થયું હતું અને આંખોમાં અંધારુ છવાઈ ગયું હતું. તેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને સૌરવ ગાંગુલી જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરી છે. હર્ષા ભોગલે પણ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.