ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બીસીસીઆઈ ચેમ્પિયન્સ લીગ બંધ થયા બાદ ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે વિચાર કરી રહી છે. બીસસીઆઈ ટૂંક સમયમાં જ મિની આઈપીએલ પર વિચાર કરી શકે છે. બેઠકમાં આઈપીએલના ચીફ ઓપરેટિંગ અધિકારી હેમાંગ અમીને ગવર્નિંગ કાઉન્સિલને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ લીગ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં 15થી 20 દિવસ સુધી આયોજિત કરવામાં આવતી હતી. જે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં યોજાતી હતી. એવામાં આ સમયે વધુ એક આઈપીએલ લાવવી જોઈએ જેથી બ્રાન્ડનું વિસ્તરણ થઈ શકે અને નાણાંકીય ફાયદો પણ થાય.
આ મુદ્દે હવે બીસીસીઆઈની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગને 5 વર્ષ પહેલા 2014 બાદ બંધ કરી દેવામાં આવી હતી.
અહેવાલ મુજબ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં આઈપીએલ ટીમોના આઈસીસીના એસોસિએટ દેશો સાથે મુકાબલાની વાત અંગે પણ ચર્ચા થઈ. બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે જુલાઈ અને ઑગસ્ટમાં આઈપીએલ ટીમો એસોસિએટ દેશોમાં જઈને મેચ રમી શકે છે.