ભારતના આ ક્રિકેટરો સાથે સેક્સ માણવા માટે યુવતીઓને મોકલી સટોડિયા પોતાના ઈશારે નચાવી શકે, કોણે આપી આ ચેતવણી?
નવી દિલ્હીઃ બીસીસીઆઈના કોષાધ્યક્ષ અનિરૂદ્ધ ચૌધરીનું માનવું છે કે, હાર્દિક પંડ્યાની અશ્લીલા વાતોથી તે મેચ ફિક્સિંગ માફિયાનો ભોગ બની શકે છે. જે ’પ્રેમજાળમાં ફસાવા માટે પણ જાણીતા છે. પંડ્યા અને તેના સાથી કેએલ રાહુલના ચેટ શો ‘કોફી વિધ કરણ’માં મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૌધરીએ સીઓઓના સભ્ય ડાઈના એડુલ્જીને મોકલેલ ઈમેલમાં લખ્યું, ‘આ પ્રકારની ટિપ્પ્ણીની વ્યાપક અસર થઈ શકે છે. વિશ્વભરમાં મેચ ફિક્સિંગમાં સામેલ માફીયાઓ આવા ખેલાડીઓને નિશાન બનાવી શકે છે.’
તેમણે કહ્યું, આઈસીસી ભ્રસ્ટાચાર નિયંત્રણ અધિકારી પ્રથમ ચેતવમી ખેલાડીઓને પ્રેમજાળ જેવી સ્થિતિથી બચવાની આપે છે અને કાર્યક્રમમાં કરવામાં આવેલ ટિપ્પણીઓથી ખેલાડીઓમાં તેમે ફસાઈ શકે છે. બીજી બાજુ સીઓએ પ્રમુખ વિનોદ રાયે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને રાહુલ પર ટીવી શો દરમિયાન મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી માટે ગુરુવારે 2 વનડે મેચના પ્રતિબંધની ભલામણ કરી છે.
સમિતિની સભ્ય અને પૂર્વ મહિલા ક્રિકેટ ડાયના એડુલ્જીએ આ કેસ બીસીસીઆઈના કાયદા વિભાગને મોકલ્યો છે. પંડ્યાની ટિપ્પણીને મહિલા વિરોધી અને ‘સેક્સિએસ્ટ’ કરાર આપવામાં આવ્યો છે અને તેની ટીકા થવા લાગી જેથી સીઓએએ બુધવારે તેને કારણ બતાઓ નોટિસ ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -