25 વર્ષીય બુમરાહ ભારતીય ટીમનો સૌથી મહત્વનો હિસ્સો છે અને આઇસીસી વર્લ્ડ કર 2019માં ટીમના બોલિંગ આક્રમણની કમાન સંભાળશે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિત ટેસ્ટ શ્રેણી જીતાડવામાં તેનો મહત્વનો ફાળો હતો. બુમરાહે અત્યાર સુધીમાં 10 ટેસ્ટમાં 49 વિકેટ ઝડપી છે. જ્યારે 49 વન ડેમાં 85 વિકેટ અને 42 ટી20માં 51 વિકેટ લીધી છે.
બુમરાહનો સાથી મોહમ્મદ શમી પણ વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમનો સભ્ય છે. શમી છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. જેના કારણે તેને વન ડેમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.શમીએ 40 ટેસ્ટમાં 144 અને 63 વન ડેમાં 113 વિકેટ લીધી છે.
સૌરાષ્ટ્રનો સ્પીન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વર્લ્ડકપ 2019ની ટીમમાં પસંદગ કરવામાં આવે છે. જાડેજાએ 41 ટેસ્ટમાં 192 વિકેટ લીધી છે. જ્યારે 151 વન ડે ઇન્ટરનેશનલમાં 174 અને 40 ટી20માં 31 વિકેટ ઝડપ છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી પૂનમ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણી ઇંગ્લેન્ડમાં રમાયેલા ગત વર્લ્ડકપમાં ટીમનો મહત્વનો હિસ્સો હતી. 27 વર્ષીય લેગ સ્પિનર પૂનમે 41 મહિલા વન ડે ઇન્ટરનેશનલમાં 63 અને 54 ટી20માં 74 વિકેટ ઝડપી છે.