નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષના અંતમાં રમાનારા ટી20 વર્લ્ડકપને (T20 World Cup-2021) લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) 9 શહેરોમાં આયોજનનુ પ્રસ્તાવ આઇસીસીને (ICC) મોકલી દીધો છે. બોર્ડની એપેક્સ કાઉન્સિલે ગયા (BCCI Meeting) અઠવાડિયે પોતાની વર્ચ્યૂઅલ મીટિંગમાં આ શહેરોના નામ નક્કી કર્યા હતા. બીસીસીઆઇએ જે શહેરોના નામ આ પ્રસ્તાવમાં મોકલ્યા છે, તેમાં અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, ધર્મશાલા, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ અને મુંબઇ સામેલ છે. હવે આઇસીસીએ ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટનુ આયોજનને લઇને આ સ્થળોની પસંદગી કરશે.
ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે પ્રસ્તાવિત આ ટૂર્નામેન્ટમાં આ વર્ષ 16 દેશ સામેલ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બર અમદાવાદમાં રમાશે. આઇસીસી પહેલાથી જ આમાંથી કેટલાક શહેરોની સ્થિતિની સમિક્ષા કરી ચૂકી છે.
જોકે, અત્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, એટલે બાકીના શહેરોમાં એક્સપર્ટની ટીમને મોકલવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારી અનુસાર આઇસીસી એક્સપર્ટ્સની એક ટીમ 26 એપ્રિલે ભારતના પ્રવાસે આવીને બાકીના સ્થળોની સમિક્ષા કરી શકે છે.
શ્રીલંકા અને યુએઇ છે બેકઅપ પ્લાનમાં સામેલ.....
ઉલ્લેખનીય છે કે, આઇસીસીના વચગાળના સીઇઓ જૉફ ઓલર્ડિસે ગયા અઠવાડિયે આપેલા એક નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે નક્કી યોજના પ્રમાણે ભારતમાં ટી20 વર્લ્ડકપનુ આયોજનને લઇને આશ્વત છીએ. જોકે અમે અમારો બેક પ્લાન પણ તૈયાર રાખ્યો છે. જો ભારતમાં કોરોની સ્થિતિ વધુ બગડે છે, વર્લ્ડકપનુ આયોજન નથી થઇ શકતુ તો અમે શ્રીલંકા અને યુએઇને ઓપ્શન તરીકે પોતાના યોજનામાં રાખ્યા છે.
જોકે, બીસીસીઆઇએ દાવો કર્યો છે કે તે આ ટી20 વર્લ્ડકપને સફળતાપૂર્વક આયોજિત કરવામા સફળ રહેશે. બીસીસીઆઇની દલીલ છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં જ્યારે આ ટૂર્નામેન્ટનુ આયોજન થવાનુ છે ત્યાં સુધી ભારતની વસ્તીના એક મોટા ભાગને કોરોના વેક્સિન લગાવવામાં આવી ચૂકી હશે.