આ ક્રિકેટરે એમ્પાયર સામે ચઢાવી બાંયો, તો BCCI એ કરી દીધો સસ્પેન્ડ
હૈદરાબાદના કેપ્ટન અંબાતી રાયડુએ 11 જાન્યુઆરીએ કર્ણાટક સામે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાથી બે મેચો માટે BCCI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી દેવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થિતિ ત્યારે બગડી, જ્યારે કર્ણાટકના સ્કૉરમાં બે રન એડ કરવામાં આવ્યા અને છેલ્લે હૈદારબાદ આ અંતરે મેચ હારી ગયુ હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ પર 203 રન બનાવ્યા હતા. રાયડુએ મેચ બાદ એમ્પાયરો સામે આ મુદ્દો ઉઠાવ્યો, જેના કારણે બીજી મેચ શરૂ થવામાં મોડુ થયું હતું.
મેચ દરમિયાન ડીપ મીડવિકેટ પર ઉભા રહેલો ફિલ્ડર મેહદી હસનનો પગ બૉલ રોકતી વખતે સીમા રેખાને અડીને ગયો હતો, પણ ફિલ્ડર એમ્પયારે ત્રીજા એમ્પાયરની મદદ ના લીધી અને કરુણ નાયરને ચોગ્ગો આપવાની જગ્યાએ બે રન આપ્યા. કર્ણાટકે 5 વિકેટ પર 203 રન બનાવ્યા.
બીસીસીઆઇએ પોતાના એનાઉન્સમેન્ટ કહ્યું કે, ‘રાયડુ વિજય હજારે ટ્રૉફીમાં હૈદરાબાદની પહેલી બે મેચોમાં ભાગ નહીં લઇ શકે.’ આમાં કહેવામાં આવ્યું કે, ‘ફિલ્ડ એમ્પાયર અભિજીત દેશમુખ, ઉલ્હાસ વિતાલરાવ ગંધે અને ત્રીજા એમ્પ્યાર અનિલ ઘાંડેકે આરોપ લગાવ્યો હતો. બીસીસીઆઇ આ અનિચ્છનીયઘટનામાં હૈદરાબાદી ટીમ મેનેજરની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે.’
હૈદરાબાદઃ ક્રિકેટર અને એમ્પાયર્સ વચ્ચે અવાર નવાર બોલાચાલીની ઘટના થતી રહે છે, ક્યારેક નોર્મલ તો ક્યારેક ઉગ્ર પણ હોય છે. જોકે આવા કેસોમાં કેટલીક વાર ખેલાડીને મેચ ફ્રી કે દંડ થતો હોય છે. પણ આ વખતે આચાર સંહિતાના ઉલ્લંઘનને લઇને રાયડુને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -