IPL 2018: કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, IPLમાં પહેલી વાર બન્યું આવું
ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલી પંજાબની ટીમે ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સને છ વિકેટે હરાવી પોતાનો છઠ્ઠો વિજય પ્રાપ્ત કર્યો. રાહુલ 54 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 84 રનની ઇનિંગ રમ્યો હતો, જેને કારણે પંજાબે શરૂઆતના વિકેટરૂપી આંચકામાંથી બહાર આવી 18.4 ઓવરમાં ચાર વિકેટે 155 રન બનાવી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. પંજાબના સ્પિન બોલર મુજિબે ફરી એકવાર તેની ફિરકીનો જાદુ ચલાવ્યો. મુજીબે ત્રણ વિકેટ ઝડપી હતી. મુજીબ ઉર રહમાન આઈપીએલ-11માં પહેલી હેટ્ટ્રિક બનાવતા ચૂકી ગયો હતો. મુજીબની દમદાર બોલિંગને કારણે રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ 152 રન જ બનાવી શકી હતી.
આ સાથે કોઈ ઓપનિંગ બેટ્સમેને 80થી વધુ રનનો સ્કોર કર્યો હોય તેવું આઈપીએલમાં પહેલી વાર બન્યું છે. પંજાબના ઓપનિંગ બેટ્સમેને લોકેશ રાહુલે 80 રનથી વધુનો સ્કોર કર્યો હતો.
54 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 84 રનની ઇનિંગ રમી પંજાબના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. વાસ્તવમાં આ લોકેશ રાહુલનો આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલાં તેનો જે સર્વશ્રેષ્ઠ સ્કોર હતો તે અણનમ 68 રનનો હતો, જે તેણે 2016માં મુંબઈ ઇન્ડિયન્સ સામે બનાવ્યા હતા, પરંતુ રાજસ્થાન સામે આ ધમાકેદાર ઇનિંગ રમીને રાહુલે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ -11માં આમ તો રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન વચ્ચેનો મેચ ખત્મ થયે ઘણો સમય થઈ ગયો છે પરંતુ કરોડો ક્રિકેટપ્રેમી હજુ પણ અભિભૂત છે. કેએલ રાહુલના શોટ્સ અને તેની બેટિંગ લોકોના દિમાગમાં છવાઈ ગઈ છે. ઓફિસમાં ચર્ચા, મેટ્રોમાં ચર્ચા. બધાને કેએલ રાહુલે પોતાની ધમાકેદાર બેટિંગથી દીવાના બનાવી દીધા છે. કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને છ વિકેટે હરાવી પ્લેઑફમાં પહોંચવાની પોતાની દાવેદારીને વધુ મજબૂત કરી દીધી છે. પંજાબની આ જીતનો હીરો હતા ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ અને ફિરકી બોલર મુજિબ ઉર રહમાન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -