નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ સહિત સહયોગી સ્ટાફ માટે જલ્દીથી નવેસરથી અરજી મંગાવશે. ભારતના હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કરાર આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ સમાપ્ત થઈ જતો હોવાથી તેમણે પણ ફરીથી અરજી કરવી પડશે. આ ઉપરાંત બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ પણ પૂરો થતો હોવાથી તમામ નવેસરથી અરજી કરી શકે છે.


બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, અમારી વેબસાઈટ પર એક કે બે દિવસમાં આ પદ માટે અરજી કરી શકાશે. સહયોગી સ્ટાફ ઉપરાંત ટીમ મેનેજરના પદ માટે પણ નવેસરથી અરજી મંગાવવામાં આવશે. જોકે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છે. કારણકે શંકર બાસુ અને પેટ્રિક ફરહાટ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હારની સાથે જ સહયોગી સ્ટાફમાંથી હટી ગયા હતા.

વેસ્ટ ઈન્ડિઝ પ્રાવસ બાદ ભારતની ઘરેલુ સીરિઝ 15 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે રમશે. શાસ્ત્રીએ અનિલ કુંબલેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ 2017માં હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. આ પહેલા તે ઓગષ્ટ 2014થી જૂન 2016 સુધી ભારતીય ટીમના ડાયરેક્ટર પણ રહ્યા હતા.

કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાએ એકપણ મોટી આઈસીસી ટુર્નામેનટ જીતી નથી પરંતુ ટીમ ઈન્ડિયાએ ચાલુ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

 ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનું થયું સમાપન, ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો આ શરમનજક રેકોર્ડ

વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો