લોર્ડ્સઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ ફાઇનલ મુકાબલો ટાઇ પડ્યો હતો. આ મુકાબલો સુપર ઓવરમાં ગયો હતો. જોકે ત્યાં પણ ટાઇ રહ્યો હતો. આ પછી આઇસીસીના નિયમ પ્રમાણે સૌથી વધારે બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. જેની સાથે જ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે પ્રથમ વખત ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો.




ઈંગ્લેન્ડની જીતમાં બેન સ્ટોક્સ મુખ્ય હીરો રહ્યો હતો. 242 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે એક તબક્કે ઈંગ્લેન્ડે સસ્તામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે બેન સ્ટોક્સે જોસ બટલર સાથે મળી મોટી પાર્ટનરશિપ કરી ટીમને જીત સુધી પહોંચાડી હતી. અંતિમ ઓવરમાં જ્યારે 15 રન કરવાના હતા ત્યારે તેણે સુઝબુઝ ભરી રમત દર્શાવીને મેચ ટાઈ કરી હતી. જે સુપર ઓવરમાં પણ સ્ટોક્સ ઓપનિંગમાં આવ્યો હતો અને સુપર ઓવર ટાઈ થતાં ઈંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું.



ક્રિકેટના જનકે પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યા બાદ ખેલાડીઓએ જશ્ન મનાવ્યો હતો. ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ રાતભર જશ્ન મનાવ્યા બાદ સવારે હોટલમાં પરત ફર્યા હતા. આ સમયે કેટલાક ખેલાડીએ ગળામાં મેડલ પહેરી રાખ્યા હતા. જ્યારે અમુક ક્રિકેટરોના હાથમાં શેમ્પેનની બોટલ હતી પરંતુ આ દરમિયાન એક ખેલાડી પર સૌની નજર અટકી ગઈ હતી. ઈંગ્લેન્ડની જીતનો હીરો બેન સ્ટોક્સ જીતના જશ્નમાં પગમાં બુટ પહેર્યા વગર જ હોટલમાં આવ્યો હતો.



ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો

 ઈંગ્લેન્ડના જીતના જશ્નમાં સામેલ ન થયા આ બે ખેલાડી, જાણો શું હતું કારણ