નવી દિલ્હીઃ વર્લ્ડકપ ફાઇનલ 2019 ભલે જ ઇગ્લેન્ડ જીતી હોય પરંતુ તેના પર સવાલ ઉભા થયા છે. અનેક દિગ્ગજોએ ફક્ત બાઉન્ડ્રીના આધાર પર મેચનું પરિણામ આવવા પર સવાલ ઉભા કર્યા હતા. હવે તેમાં આઇસીસીના સૌથી શ્રેષ્ઠ અમ્પાયર રહી ચૂકેલા સાઇમન ટફેલનું નામ પણ જોડાઇ ચૂક્યું છે. તેમનું માનવું છે કે જે ઓવર થ્રો પર ઇગ્લેન્ડને 6 રન આપવામાં આવ્યા હતા તે ફક્ત 5 રન જ હોવા જોઇએ.
ન્યૂઝીલેન્ડના ન્યૂઝપેપર ધ એજ સાથે વાત કરતા સાઇમન ટફેલે કહ્યું કે, નિયમો અનુસાર જોવા જઇએ તો અહી પણ અમ્પાયરોથી ચૂક થઇ ગઇ છે. કારણ કે જ્યાં ઇગ્લેન્ડને છ રન આપવામાં આવ્યા હતા તેમને ફક્ત પાંચ રન આપવા જોઇએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, સીધી રીતે આ નિર્ણય માટે અમ્પાયરોને જવાબદાર ઠેરવવા બિલકુલ ખોટું છે. સાઇમન ટફેલે કહ્યું કે, તે સમયે એ ક્ષણ હતી તે ખૂબ નાજુક હતી. એવામાં અમ્પાયરોનું ધ્યાન બેટ્સમેન ક્યાં દોડી રહ્યો છે ત્યાં નહી પરંતુ બોલ પર હતું. જોકે, ટીવી રિપ્લેમાં બેટ્મેનના દોડ પર ધ્યાન ગયું.
નોંધનીય છે કે સાઇમન ટફેલની ગણતરી ક્રિકેટની દુનિયાના સૌથી મહાન અમ્પાયરોમાં થાય છે. જોકે, હાલમાં તેઓ ઇન્ટરનેશનલ મેચમાં અમ્પાયરિંગ કરતા નથી. પરંતુ આઇસીસીની એ કમિટિનો ભાગ છે જે ક્રિકેટના નિયમ બનાવે છે. સાઇમન ટફેલને પાંચ વખત આઇસીસીએ અમ્પાયર ઓફ ધ યર જાહેર કર્યા છે.
શું કહે છે ક્રિકેટનો નિયમ?
નિયમ નંબર 19.8: ઓવરથ્રો અથવા ફિલ્ડર દ્ધારા જાણીજોઇને કરવામાં આવેલો રન
-પેનલ્ટીનો કોઇ પણ રન બંન્ને ટીમોને આપવામાં આવે છે
-જો થ્રો ફેંકતા સમય સુધી બેટ્સમેન રન પુરો કરવા માટે દોડે છે તો તે રન બાઉન્ડ્રી અથવા ઓવરથ્રો સાથે જોડવામાં આવશે.
ICCના સૌથી મહાન અમ્પાયરે કહ્યુ- ઇગ્લેન્ડને ઓવર થ્રોના છ રન આપવા ખોટું નહીંતર પરિણામ અલગ હોત
abpasmita.in
Updated at:
15 Jul 2019 06:24 PM (IST)
સાઇમન ટફેલે કહ્યું કે, નિયમો અનુસાર જોવા જઇએ તો અહી પણ અમ્પાયરોથી ચૂક થઇ ગઇ છે. કારણ કે જ્યાં ઇગ્લેન્ડને છ રન આપવામાં આવ્યા હતા તેમને ફક્ત પાંચ રન આપવા જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -