Ind v Eng: કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા બાદ આ અંગ્રેજ ક્રિકેટરની ટીમમાં થઈ વાપસી, ભારતને પડી શકે છે ભારે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2018 09:42 PM (IST)
1
સ્ટોક્સની વાપસી બાદ ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી સરળ નહીં હોય. કારણકે બીજી ટેસ્ટમાં સ્ટોક્સના સાથે રમનાર ક્રિસ વોક્સે કરિયદની પ્રથમ સદી ફટકારવાની સાથે મેચમાં ચાર વિકેટ પણ લીધી હતી.
2
કોર્ટમાં ચાલી રહેલા મામલાના કારણે સ્ટોક્સ લોર્ડ્સ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. બેન સ્ટોક્સે પ્રથમ ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગમાં કેપ્ટન કોહલીની થઈ 4 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
3
ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલની એક નાઇટક્લબ બહાર સ્ટોક્સ એક વ્યક્તિ સાથે ઝઘડ્યો હતો. જે બાદ તે વ્યક્તિ આંખ પાસે ઈજા થઈ હતી. આ મામલે કોર્ટે સ્ટોક્સને નિર્દોષ છોડી મુક્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરની ભારત સામે શનિવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ટીમમાં વાપસી થઈ છે.