નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લિશ ટીમ સુપર ઓવર રમી અને બાદમાં બાઉન્ડ્રીના આધારે વિશ્વ વિજેતા બની હતી. ન્યૂઝીલેન્ડને હરાવવા અને ઇંગ્લેન્ડને જીતાડવા માટે મુખ્ય ફાળો આપનારો બેન સ્ટૉક્સે હવે દુઃખદ ઘટના યાદ કરતાં કહ્યું કે હવે હુ ક્યારેય સુપર ઓવર રમવા નહીં જાઉ.

241 રનોથી મેચ ટાઇ થયા બાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે સુપર ઓવર રમાઇ હતી, સુપર ઓવરમાં બેન સ્ટૉક્સ બેટિંગ કરવા આવ્યો હતો, પણ ખરેખરમાં બેન સ્ટૉક્સને સુપર ઓવર ન હતી રમવી, છતાં રમવી પડી હતી. તેને આ અંગેનો ખુલાસો કર્યો છે.

સ્ટૉક્સે કહ્યું કે, મને શાવર રૂમમાં જવુ પડ્યુ હતુ, અને મારે મારી જાતને પાંચ મિનીટનો સમય આપવો પડ્યો હતો. હું નિશ્ચિત રીતે ફરીથી બેટિંગ કરવા ન હતો માંગતો. તેને કહ્યું હું જીત બાદ મેદાન પર રડવા લાગ્યો હતો. સ્ટૉક્સે કહ્યું કે, હું મેદાન પર પડી ગયો હતો, મે માર્ક વૂડના ચશ્મા પહેર્યા હતા, મને લાગ્યા કે મે માર્ક વૂડના ચશ્મા તોડી નાંખ્યા છે.



મે સુપર ઓવરમાં બટલરની સાથે જેસન રૉયને બેટિંગ કરવા મોકલવાની વાત કહી હતી પણ કેપ્ટન મોર્ગનને કહેવાથી હુ સુપર ઓવર રમવા આવ્યો હતો.