એમએસ ધોનીના બાળપણના કોચ કેશવ બેનરજીએ કહ્યું કે, ધોનીના માતા-પિતા પણ ઇચ્છે છે કે તે સંન્યાસ લઇ લે. જોકે, ધોનીની રિટાયરમેન્ટ પર ના તો તે ખુદ અને ના તો સિલેક્ટર કઇ બોલી રહ્યાં છે.
કેશવ બેનરજી રાંચીમાં એમએસ ધોનીના જૂના ઘરમાં તેના માતા-પિતાને મળ્યા હતા. આ દરમિયાન તેના માતા-પિતાએ કહ્યું કે હવે ધોનીએ રિટાયર થઇ જવુ જોઇએ. કેશવ બેનરજીએ કહ્યું, ‘એમએસ ધોનીના પેરેન્ટસે મને જણાવ્યુ કે આખુ મીડિયા ઇચ્છે છે કે ધોનીએ રિટાયર થઇ જવુ જોઇએ અને અમે વિચારીએ છીએ કે આ બરાબર છે, તેમણે કહ્યું કે, અમે હવે આટલી મોટી પ્રોપર્ટીને હેન્ડલ નથી કરી શકતા’
કેશવ બેનરજીએ એમ પણ જણાવ્યુ છે કે તેમણે ધોનીના માતા-પિતાને માંગ કરી હતી કે 38 વર્ષીય ધોનીને એક વર્ષ ટી-20 વર્લ્ડકપ 2020 સુધી રમવા દેવો જોઇએ, જે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર છે. વર્લ્ડકપ 2019માં ફેવરિટ મનાતી ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં હારી ગઇ હતી. આ વર્લ્ડકપમાં ધોનીએ 8 ઇનિંગ્સમાં 273 રન બનાવ્યા હતા જેમાં બે અડધી સદી સામેલ છે.
આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ