નવી દિલ્હીઃ રાજસ્થાન રૉયલ્સની ટીમે આઇપીએલ 2019ની 43મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 3 વિકેટથી હાર આપી. આ મેચ દરમિયાન બન્ને ટીમોના ખેલાડીઓએ અનેક પ્રકારના શાનદાર અને દિલચપ્સ રેકોર્ડ બનાવ્યા છે. અહીં અમે તમને આ મેચમાં બનેલા 9 શાનદાર રેકોર્ડ વિશે વાત કરી રહ્યાં છીએ.



1. કેકેઆર વિરુદ્ધ રાજસ્થાનની આ 10મી જીત હતી, આ પહેલા બન્ને ટીમોની વચ્ચે કુલ 20 મેચો રમાઇ હતી. જેમાં 10માં કેકેઆર અને 9માં રાજસ્થાન રૉયલ્સને જીત મળી હતી. બન્ને ટીમોની વચ્ચે એક મેચ ટાઇ રહી હતી.

2. કોલકત્તાના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમમાં કેકેઆર વિરુદ્ધ રાજસ્થાનની આ બીજી જીતી હતી. આ પહેલા આ સ્ટેડિયમમાં બન્ને ટીમો વચ્ચે કુલ 8 મેચે રમાઇ ચૂકી છે. જેમાં 1 મેચમાં રાજસ્થાન અને 6 મેચોમાં કેકેઆર જીત્યુ હતું. બન્ને ટીમો વચ્ચે આ મેદાનમાં એક મેચ ટાઇ રહી હતી.

3. દિનેશ કાર્તિકે આજે પોતાની આઇપીએલ કેરિયરનું 18મુ અર્ધશતક ફટકાર્યુ, આ તેનું આ સિઝનનું પહેલી અર્ધશતક છે.

4. દિનેશ કાર્તિકે આજે પોતાની ટીમ માટે 50 બૉલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આ તેની આઇપીએલ કેરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કૉર હતો.

5. દિનેશ કાર્તિકે આજે 9 છગ્ગા ફટકાર્યા, તેને પહેલીવાર પોતાની કોઇ એક ઇનિંગમાં 9 છગ્ગા લગાવ્યા છે.

6. દિનેશ કાર્તિકે આજે છેલ્લી 20 ટી20 ઇનિંગો બાદ આજે પહેલુ અર્ધશતક લગાવ્યુ છે.

7. રિયાન પરાગે આજે 47 રનની ઇનિંગ રમી, આ તેના આઇપીએલ કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ હતી.

8. આરસીબી બાદ કેકેઆર આ સિઝનની બીજી એવી ટીમ બની છે, જેને સતત મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

9. રાજસ્થાનની જીતની સાથે જ બધી આઇપીએલ ટીમોએ આ સિઝન 8 કે તેનાથી વધુ પૉઇન્ટ ટેબલમાં ઉમેરી દીધા છે.