વીડિયોને ટ્વિટ કરતાં અશોક પંડિતે લખ્યું, “શબાના આઝમી જી, રિચા ચડ્ઢા, સ્વરા ભાસ્કર અને નંદિતા દાસની મહિલાઓ વિરૂદ્ધ આ નિવેદન પર મૌન જ્યાં વરૂણ ગ્રોવર ખરેખર આયશા ટાકિયાનું શોષણ કરે છે અને તેને ગાળ પણ આપી રહ્યા છે. હેરાન કરી મુકે એવી છે. હું આ બધાને અપીલ કરું છું કે માન અને ગૌરવનું સન્માન કરે. તેઓ આ કોમેડિયનનું નામ લઈને તેને શરમમાં મુકે.”
આયશા ટાકિયા પર આ અભદ્ર ટિપ્પણી વરૂણ ધવને એવા સમયે કરી હતી જ્યારે તે અમિતાભ બચ્ચન પર જો કરી રહ્યા હતા. તેમણે આયશા ટાકિયાના પ્રાઈવેટ પાર્ટ પર પણ જોક કર્યો જે સોશિયલ મીડિયા પર તેને વિવાદમાં લઈને આવ્યા છે. વરૂણના આ વીડિયો પર અભિનેતા અનૂપ સોનીએ રિએક્ટ કરતાં લખ્યું, “વરૂણ ગ્રોવર ખૂબ જ ખરાબ છે...ખરેખ ખરાબ...આ કોમેડી નથી...”
જોકે આ વીડિયો પર હજુ સુધી વરૂણ ગ્રોવર અથવા આયશા ટાકિયા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.