IPLના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના પાંચ બોલરોમાં ત્રણ ભારતીય, જાણો વિગતો
ભારત તરફથી 25 વન-ડે મેચ રમી ચૂકેલા પિયુષ ચાવલાનું પ્રદર્શન આઇપીએલમાં સારુ રહ્યું છે. તે અત્યાર સુધી આઇપીએલમાં કિગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે તેણે કુલ 129 મેચ રમી છે જેમાં 126 વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રેવો આ યાદીમાં પાંચમા ક્રમે છે. તે આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ, ગુજરાત લાયન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કુલ 106 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 122 વિકેટ ઝડપી છે.
ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી દૂર સ્ટાર સ્પીનર હરભજનસિંહ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે 2008થી લઇને 2017 સુધીમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી કુલ 136 મેચ રમી છે. જેમાં તેણે 127 વિકેટ ઝડપી છે. આ વર્ષે તે ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળશે.
આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપવા મામલે ભારતીય સ્પીનર અમિત મિશ્રા બીજા ક્રમે છે. અમિત મિશ્રા ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે પરંતુ આઇપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. 2008થી લઇને 2017 સુધીમાં તેણે 126 મેચ રમી છે જેમાં તેણે 134 વિકેટ ઝડપી છે.
નવી દિલ્હીઃ આગામી શનિવાર એટલે કે સાત એપ્રિલથી ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનની શરૂઆત થઇ રહી છે. બેટ્સમેનો દ્ધારા રમાતી આક્રમક બેટિંગને કારણે આઇપીએલ ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય છે. આઇપીએલ વિશે એવું કહેવાય છે કે આ ટી-20 લીગ બેટ્સમેનો માટે સ્વર્ગસમાન છે. પરંતુ એવા ઘણા બોલરો છે જે પોતાની બોલિંગને કારણે પોતાની અલગ છાપ છોડે છે. આ બોલરોએ એકલા દમ પર ટીમને વિજય અપાવવામાં મદદ કરી છે. અહીં આઇપીએલની ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા પાંચ બોલરોની જાણકારી આપવામાં આવી છે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગા 2009થી 2017 સુધી આઇપીએલમાં ફક્ત મુંબઇ ઇન્ડિયન્સની ટીમ તરફથી જ રમ્યો છે. પરંતુ ગયા વર્ષે ખરાબ ફોર્મને કારણે મુંબઇ ઇન્ડિયન્સે આ વર્ષે તેને ખરીદવામાં કોઇ રસ બતાવ્યો નહોતો. પરંતુ આ વર્ષે મલિંગા મુંબઇ ઇન્ડિયન્સમાં બોલિંગ મેન્ટર તરીકે જોવા મળશે. તેણે 110 મેચમાં 154 વિકેટ ઝડપી છે. હાલમાં આઇપીએલમાંસૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં પ્રથમ ક્રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -