iphone Whatsapp Tips: છેલ્લા ઘણા સમયથી લગભગ તમામ સ્માર્ટફોન ડ્યૂલ સિમ સપોર્ટ સાથે માર્કેટમાં આવવા લાગ્યા છે, પરંતુ એકમાત્ર એપલ કંપની જ એવી છે જે પોતાના આઇફોનને સિંગલ સિમ સાથે લૉન્ચ કરી રહી છે. આવામાં આઇફોન યૂઝર્સને બે વૉટ્સએપ ચલાવવા ક્યારેય સંભવ નથી, જ્યારે એન્ડ્રોઇડ યૂઝર્સ આ કામને આસાનીથી કરી શકે છે. 


ખાસ વાત છે કે, એન્ડ્રોઇડ ડિવાઇસ પોતાના યૂઝર્સને ડ્યૂલ વૉટ્સએપ ચલાવવા માટે યૂઝર્સને એપ ક્લૉનિંગ ફિચર આપે છે. જેનો ઉપયોગ કરીને ડ્યૂલ વૉટ્સએપ આસાનીથી ચલાવી શકાય છે. વળી કેટલાક યૂઝર્સ ડ્યૂલ વૉટ્સએપ માટે થર્ડ પાર્ટ એપ્સનો પણ ઉપયોગ કરે છે. જોકે, આઇફોન યૂઝર્સને સિક્યૂરિટીના કારણે આવી કોઇ પરમીશન મળતી નથી. પરંતુ જો તમે તમારા આઇફોનમાં ડ્યૂલ વૉટ્સએપ ચલાવવા માંગતા હોય તો અહીં બતાવેલી એક આસાન ટ્રિક્સથી તે કામ કરી શકો છો. 



જાણો ડ્યૂલ વૉટ્સએપ આઇફોનમાં કઇ રીતે વાપરી શકાશે- 


સૌથી પહેલા તમારા Apple iPhone માં App Store ઓપન કરો. 
હવે WhatsApp Business સર્ચ કરો. 
હવે Get આઇકૉન પર ટેપ કરો, આ પછી એપને ઇન્સ્ટૉલ કરી દો 
એપ ઇન્સ્ટૉલ થયા બાદ Agree & Continue બટન પર ટેપ કરો. 
હવે નવી વિન્ડોમાં તમારી સામે 2 ઓપ્શન આવશે, બીજા ઓપ્શનને પ્રેસ કરો.
પહેલુ ઓપ્શનથી તમે તમારા હાલના એકાઉન્ટને બિઝનેસ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો. બીજો ઓપ્શન તમને એક અલગ નંબરની સાથે નવા વૉટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સેટ કરવાની પરમીશન આપશે. 
હવે તે બીજો નંબર નોંધો, જેના પર તમે વૉટ્સએપ ચલાવવા માંગો છો.
હવે વેરિફિકેશન માટે તમારી પાસે એક OTP આવશે.
હવે ઓટીપી નાંખ્યા બાદ તમારુ નામ નાંખો, આ પછી ‘not a business’ સિલેક્ટ કરો,
હવે Done પર ટેપ કરો, હવે તમે એક જ આઇફોનમાં 2 અલગ અલગ નંબરથી વૉટ્સએપ યૂઝ કરી શકો છો.


આ પણ વાંચો---


Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર


ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?


'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો


NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક


NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો