જાણો કોણ છે નૂપુર નાગર, જેણે ભારતના સ્ટાર બોલર ‘ભુવી’ને કર્યો ક્લિન બોલ્ડ
તે નોઈડામાં જ રહી અને જોબ કરતી રહી. હાલમાં તે પોતાના પુરા પરિવાર સાથે નોઈડામાં જ રહે છે. ચાર ભાઈ-બહેનોમાં નૂપુર સૌથી નાની છે. તેની બે મોટી બહેનો અને ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે.
મેરઠમાં જેપી એકેડમીથી તેણે સાતમાંથી લઈને 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. 2010માં 12મું પાસ કર્યા બાદ નૂપુરે નોઈડાથી બી.ટેક કર્યું.
ભુવીની મંગેતર નૂપુર નાગરે શરૂઆતનો અભ્યાસ દહેરાદૂનમાંથી કર્યો. અહીંયાથી તે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને આ પછી પરિવાર સાથે મેરઠ આવી ગઈ.
આ પહેલા ભુવીએ ઈન્સ્ટાગ્રામ પર નૂપુર સાથે પોતાની તસ્વીર શેર કરી હતી અને તેને પોતાની ‘બેટર હાફ’ જણાવી હતી. બંને લાંબા સમયથી એક-બીજાને જાણે છે.
ભુવી અને નૂપુરના લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થઈ શકે છે. નૂપુર મેરઠના ગંગાનગરની રહેવાસી છે અને ભુવીની પડોસી છે. ભુવીના પિતા કરન પાલ સિંહ અને નૂપુરના પિતા યશપાલ સિંહ નાગર પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં હાલમાં સૌથી સારા ફોર્મમાં ચાલી રહેલ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 4 ઓક્ટોબરના રોજ સગાઈ કરી લીધી છે. ખુદ ભુવનેશ્વર કુમારે ફેન્સને તેની ઓળખ કરાવી છે. ટીમમાં ભુવીના ઉપનાથી જાણીતા આ ખેલાડીએ પોતાની ગર્લફ્રેન્ડની સાથે એક રોમેન્ટિક ડિનરની તસવીર આ પહેલા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જણાવીએ કે ભુવીની સગાઉ નુપૂર નાગર સાથે થઈ છે.