ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભુવનેશ્વર-બુમરાહની જોડી અંગ્રેજોને કરશે પરેશાન, જાણો ક્યા દિગ્ગજ ક્રિકેટરે કહ્યું આમ
ઈંગ્લેન્ડમાં ભારતની સફળતાનો આધાર ઓપનિંગ અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોની બેટિંગ પર પણ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો ભારતના બેટ્સમેનો ઈંગ્લેન્ડમાં સારો દેખાવ કરશે તો બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.
મેકગ્રાએ કહ્યું કોહલી હવે વધુ અનુભવી ખેલાડી છે, પરંતુ ઈંગ્લેન્ડનું વાતાવરણ થોડું અલગ હોય છે. ખાસ કરીને તમારી સામે જિમી એન્ડરસન જેવો બોલર હોય ત્યારે ટક્કર મજબૂત થઈ જાય છે.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનું માનવું છે કે, ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય બોલરો તો સારું પ્રદર્શન કરશે, પરંતુ બેટ્સમેનને સંઘર્ષ કરવો પડી શકે છે. તેણે જણાવ્યું કે, ભુવનેશ્વર અને જસપ્રીત બુમરાહની હાજરીમાં ભારતીય બોલિંગ મજબૂત છે.
આ જોડી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને તેમના ઘરેલુ મેદાનમાં પરેશાન કરી શકે છે. મેકગ્રા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો એકમાત્ર બોલર છે. તેણે જણાવ્યું કે, ભારતીય ટીમને ત્યાં બોલિંગના બદલે બેટિંગ પર વધુ ધ્યાન આપવું પડશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા કપરો રહ્યો છે. ત્યાંના વાતાવરણમાં સ્વિંગ થતાં બોલની સામે ભારતીય બેટ્સમેનો હંમેશા ઘૂંટણીયા ટેકવી દે છે. ગત ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતનો કારમો પરાજ્ય થયો હતો. તેમાંથી બોધપાઠ લેવા ભારતના ચેતેશ્વર પૂજારા, ઇશાંત શર્મા, અશ્વિન કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે, જ્યારે વિરાટ કોહલી ઈજાને કારણે કાઉન્ટી ક્રિકેટમાંથી ખસી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -