નવી દિલ્હીઃ કોરોનાને લઇને ભારતીય ટીમના વધુ એક સ્ટાર ખેલાડીનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. રિપોર્ટ છે કે, સ્ટાર ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારનો પરિવાર કોરોનાથી ગ્રસિત થઇ ગયો છે. તાજેતરમાં જ ભુવનેશ્વર કુમારના પિતાનુ નિધન થયુ હતુ, આ પછી તેની માં પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. હવે ભુવનેશ્વર કુમાર અને તેની પત્ની નુપુર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બન્નેએ પોતાના સેમ્પલ ટેસ્ટ માટે આપ્યા હતા જોકે હજુ રિપોર્ટ બાકી છે. આવામાં શ્રીલંકા પ્રવાસ પહેલા આવેલા આ સમાચારથી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ફાસ્ટ બૉલર અને તેની પત્ની નુપુર COVID-19થી સંક્રમિત થયા બાદ બન્ને ઉત્તરપ્રદેશના મેરઠમાં આવેલા તેમના ઘરમાં ક્વૉરન્ટાઇન થયા છે.  


બન્નેનો ઘરે જ ઇલાજ ચાલી રહ્યો છે. ભુવીના માતાને 21 મેએ COVID-19 ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. આ પછી આખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. અગાઉના રિપોર્ટમાં તમામ લોકો નેગેટિવ પણ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ભુવનેશ્વરના પિતાનુ 63 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ હતુ.  


ભુવનેશ્વર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અને પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ જે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાવવાની છે, તેમાં ભારતીય ટીમનો ભાગ નથી. એટલા માટે તેનુ જુલાઇમાં શ્રીલંકા પ્રવાસ પર જનારી ભારતની સીમિત ઓવરોની ટીમમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સમાવેશ થવાની આશા છે, તેને તે પ્રવાસમાં ભારતીય ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે.  


જોકે, COVID-19 સંક્રમણ ભુવનેશ્વરને શ્રીલંકા માટે ઉડાનને ચૂકવા માટે મજબૂર કરી શકે છે. તેને જાન્યુઆરી 2018થી ટેસ્ટ ક્રિકેટ નથી રમી. આશા છે કે તે બહુ જલ્દી સ્વસ્થ થશે અને ભારતીય ટીમની સાથે શ્રીલંકા પ્રવાસ પર જશે.