મેચ ખત્મ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન આપ્યું કે ભુવનેશ્વર કુમારને થોડી મુશ્કેલી છે, તે ફસડાઈ પડ્યા જેના કારણે તેને ખેંચ આવી છે. એવું લાગે છે કે, તે આગામી બે કે ત્રણ મેચ રમી નહીં શકે. પરંતુ અમને આશા છે કે, તે લીગ મેચ દરમિયાન જ ટીમની સાથે જોડાઈ શકે છે.
તમને જણાવીએ કે આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે આ બીજો ઝાટકો છે. આ પહેલા ઓપનર શિખર ધવન પણ હાથમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. તે ક્યારે વાપસી કરશે એ પણ ખબર નથી. બીસીસીઆઈ તરફતી શિખર ધવનના બેકઅપ માટે રિષભ પંતને બોલાવવામાં આવ્યો છે.
રવિવારે જ્યારે ભારતીય ટીમ બોલિંગ કરી રહી હતી, ત્યારે પાંચમી ઓવરમાં ભુવનેશ્વર કુમારના પગમાં ખેંચ આવી ગઈ હતી. તે પોતાની ઓવર પણ પૂરી કરી શક્યા ન હતા અને વિજય શંકરે તેની ભરપાઈ કરી હતી. જોકે, ભુવીની અધૂરી ઓવર ફેંકવા આવેલ વિજયે પ્રથમ બોલ પર જ વિકેટ લીધી હતી.