ક્રીઝની અંદર હોવા છતાં થર્ડ અમ્પાયરે આપ્યો આઉટ અને પછી....
નવી દિલ્હીઃ ક્રિકેટમાં ઘણી વખત એવો સમય પણ આવતો હોય છે જ્યારે અંપાયર પણ ખોટા નિર્ણય આપતા હોય છે અને વિપક્ષી ટીમ જીત હાર ભૂલીને નિર્ણય બદલવા પર મજબૂર કરી દે છે. આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાની ટી20 બિગ બેશ લિગના ઉદ્ઘાટન મેચમાં જોવા મળ્યું છે. ગાબામાં પૂર્વ ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઈકર્સ અને બ્રિસ્બેન હીટ સામે મેચ રમાઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચમાં 13મી ઓવરમાં થર્ડ અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યો અને ખેલાડીને આઉટ જાહેર કરવામાં આવ્યો. પરંતુ વિપક્ષી ટીમના કેપ્ટમને અહીં સ્પોર્ટમેનશિપ બતાવતા બેટ્સમેનને પરત બોલાવ્યો.
બ્રિસ્બેનના બેટ્સમેન ક્રીઝ પર ટકવામાં સતત સંઘર્ષ કરી રહ્યા હતા. 92 રન પર 6 વિકેટ ગુમાવ્યા બાદ જિમી પિયર્સન અને જેમ્સ પેન્ટિસન ટીમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે એક બોલ પર પેન્ટિનસ રન લેવા માટે ભાગે છે, પરંતુ ક્રીઝ પર પહોંચવા માટે તને ડાઈવ લગાવી પડી. પરંતુ ત્યારે જ વિકેટકીપર એલેક્સ કૈરીએ બેલ્સ ઉડાવી દીધા.
અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ માગી. રિપ્લેમાં જોવા મળથું હતું કે પેન્ટિસન નોટ આઉટ છે કારણ કે તેનું બેટ ક્રીઝની અંદર આવી ગયું હતું તેમ છતાં થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો. બધા આ નિર્ણયથી ચોંકી ગયા હતા. પેન્ટિસન પેવેલિયન ફરવા લાગ્યો ત્યારે જ વિપક્ષી ટીમના કેપ્ટન કોલિન ઇંગ્રામે મેજબાન બેટ્સમેનને પરત બોલાવવાનો નિર્ણય કર્યો. તે અમ્પાયર પાસ ગયા અને પોતાની અપીલ પરત લીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -