દસ વર્ષથી ડબ્બામાં પડેલી આ ફિલ્મ હવે થશે રિલીઝ, શું છે સ્ટૉરી ને કોણ છે એક્ટર, જાણો વિગતે
'ધ ફકીર ઓફ વેનિસ' ફિલ્મ ફરહાન અખ્તરની ડેબ્યૂ ફિલ્મ પણ છે. આ ફિલ્મ 2008માં બની છે પણ કેટલાક પ્રૉડક્શન પ્રૉબ્લમના કારણે રિલીઝથી લટકી હતી. ફિલ્મમાં અનુ કપૂરે એક ચમત્કારી હોવાનો દાવો કરતા ઢોંગી સાધુનો રોલ કર્યો છે. આ એક મ્યુઝિકલ ફિલ્મ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મની વાત કરીએ તો આનંદે જણાવ્યુ કે આ માણસોના સંવેદનાઓની કહાની છે. જે આપણા ભૂતકાળ અને ભવિષ્યને આજ સાથે જોડે છે. આનંદને પુરેપુરો વિશ્વાસ છે કે ફિલ્મ હજુ પણ લોકોને પસંદ આવશે. ફિલ્મ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ રિલીઝ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
હવે આનંદ સુરાપુરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ, 18 જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થવા જઇ રહી છે. આનંદે જણાવ્યુ કે, ફિલ્મ નાના નાના પ્રૉડક્શન અને કેટલીક સમસ્યાઓના કારણે લટકી હતી. બે વર્ષથી તે ફિલ્મના પ્રૉડક્શન સંબંધિત મુદ્દાઓને સૉલ્વ કરી રહ્યાં છે અને એ આર રહેમાનને ફિલ્મનું સારુ મ્યૂઝિક બનાવવા આપવાનું હતું.
નવી દિલ્હીઃ બૉલીવુડમાં કેટલીક ફિલ્મોની કિસ્મતમાં સારી સ્ટારકાસ્ટ અને સ્ટૉરી હોવા છતાં રિલીઝ ડેટ નથી મળી શકતી. આવી જ એક ફિલ્મ હતી ફરહાન અખ્તર અને અન્નુ કપૂર સ્ટારર 'ધ ફકીર ઓફ વેનિસ'. ફિલ્મ આજથી 10 વર્ષ પહેલા બનીને તૈયાર થઇ ગઇ હતી પણ આજ સુધી તે રિલીઝ ન હતી થઇ શકી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -