Novak Djokovic US Open 2024: ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચને યુએસ ઓપન 2024માં મોટો આંચકો લાગ્યો છે. તે ત્રીજા રાઉન્ડમાં યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયો છે. જોકોવિચને એલેક્સી પોપીરિનએ હરાવ્યો હતો.યુએસ ઓપનનો આ બીજો મોટો અપસેટ હતો. આ પહેલા સ્પેનિશ સ્ટાર કાર્લોસ અલ્કારેઝ પણ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો.


 






30 ઓગસ્ટે આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જોકોવિચને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપીરિન સામે 4-6, 4-6, 6-2, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ એક કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી. તમને જણાવી દઈએ કે નોવાકને 28મી ક્રમાંકિત ખેલાડીએ હાર આપી હતી. આ હાર સાથે જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ હાર સાથે, 2017 પછી પ્રથમ વખત બનશે કે જોકોવિચ કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ વિના વર્ષનો અંત કરશે. 16 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે જોકોવિચ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી શક્યો નથી.






યુએસ ઓપન જીતીને ઈતિહાસ રચવાની તક હતી 
તમને જણાવી દઈએ કે જોકોવિચ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા સ્ટાર માર્ગારેટ કોર્ટ સૌથી વધુ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ (મહિલા અને પુરૂષ) જીતવાની બાબતમાં બરાબરી પર છે. આ બંનેએ સંયુક્ત રીતે 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીત્યા છે. જોકે માર્ગારેટ ઓપન એરા પહેલા આમાંથી 13 ટાઇટલ જીતી ચૂકી હતી. ટેનિસમાં ઓપન એરાની શરૂઆત વર્ષ 1968માં થઈ હતી.


જો જોકોવિચ વધુ એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી જાત તો તે ઈતિહાસ રચી દેત. જોકોવિચ તેની ટેનિસ કારકિર્દીમાં 37 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલમાં રમ્યો છે, જે ઓપન યુગમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. તેણે સ્વિસ લિજેન્ડ રોજર ફેડરર અને સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલને ખૂબ પાછળ છોડી દીધા છે.


સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સ (પુરુષ સિંગલ્સ)



  • 37- નોવાક જોકોવિચ

  • 31- રોજર ફેડરર

  • 30- રાફેલ નડાલ

  • 19- ઇવાન લેન્ડલ

  • 18- પીટ સેમ્પ્રાસ


આ પણ વાંચો...


Paris Paralympics 2024: દેશને મળ્યો વધુ એક મેડલ, હવે શૂટિંગમાં મનીષ નરવાલે જીત્યો સિલ્વર