ફોર્મ ન ભર્યું તો કોચે 2 વર્ષ સુધી હાર્દિક પંડ્યાને ક્રિકેટ રમવાથી રોક્યો
આખરે કોચની નારાજગીને કારણે હાર્દિકને બે વર્ષ સુધી અંડર-16 ક્રિકેટથી અલગ રહેવું પડ્યું. ત્યાં સુધી કે અંડર-19ના છેલ્લા વર્ષે પણતે ડ્રોપ હોવાની સ્થિતિ પર હતો. એ તો ભલું થાય તેના આસિસ્ટન્ટ કોચ ઉપરાંત ત્રણ સીનિયર પ્લેયર્સનું જેના કારણે સિલેક્ટર્સે હાર્દિકને ટીમાં સ્થાન આપ્યું. અને ત્યાર બાદ હાર્દિકે અનેક શાનદાર સેન્ચુરી ફટકારી પોતાનું સ્થાન જમાવી લીધું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ જ દિવસે હાર્દિક સ્કૂલમાં ટેસ્ટની વાત કહીને ફોર્મ ભરવાની ના પાડી દીધી. હાર્દિકવાળા મુદ્દાથી અજાણ અને પૂછ્યા વગર ક્રુણાલે બોલ બોય માટે ફોર્મ ભરી દીધું. કોચે તને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો. તેમને લાગ્યું કે હાર્દિક તેની વાત નથી માનતો. અને હાર્દિકના આ એટીટ્યૂડે તેને મુશ્કેલીમાં મુકી દીધો. જોકે હાર્દિકે જાણીજોઈને કોચના આદેશને અવગણ્યો ન હતો.
પરંતુ, પંડ્યાને જૂનિયર લેવલ પર ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. આ દરમિયાન તેનો એટીટ્યૂડનો ખોટો મતલબ કાઢવામાં આવ્યો. એક કિસ્સો ત્યારનો છે જ્યારે તેના સીનિયર કોચ અને તેની વચ્ચે ગેરસમજ ઉભી થઈ. પંડ્યાના કોચે તેને ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં બોલ બોય માટે ફોર્મ ભરવા માટે કહ્યું હતું, પરંતુ પંડ્યાએ તેને મહત્ત્વ ન આપ્યું.
પંડ્યાને પ્રથમ વખત ઓળખ ત્યારે મળી જ્યારે તેણે 2015ના આઈપીઓલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફતી રમતા 31 બોલમાં અણનમ 61 રનની ઇનિંગ રમી. આઈપીઓલમાં આવવાના થોડા વર્ષ પહેલા સુધી હાર્દિક અને તેના મોટા ભાઈ ક્રુણાલ પોતાના પડોશી જિલ્લામાં લોકલ ટૂર્નામેન્ટમાં રમવા જતા હતા.
હાર્દિક પંડ્યાની લોકપ્રિયાતાના ગ્રાફમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલ હાર્દિક પંડ્યાનો આજે (11 ઓક્ટોબરે) જન્મદિવસ છે. 1993માં ગુજરાતના ચોરયાસીમાં જન્મેલ પંડ્યાએ 2016માં વનડેમાં અને ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ બાદ 2017માં ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -