Birthday Special: યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાને એક-બે વાર નહીં પણ ચાર વાર બનાવી છે વર્લ્ડ ચેમ્પિયન, જાણો વિગતે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગના નામથી પ્રખ્યાત થયેલા યુવરાજ સિંહનો આજે 37મો જન્મદિવસ છે, યુવી 37 વર્ષનો થઇ ગયો છે. ભલે હાલમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર છે યુવી પણ, તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયેલો છે, જે કોઇ ખેલાડીના નામે નથી.
યુવરાજ સિંહને વર્ષ 2011 વર્લ્ડકપમાં પણ મેન ઓફ ધ સીરીઝ એવોર્ડ મળ્યો હતો. યુવીએ બેટ અને બૉલ બન્નેથી ટૂર્નામેન્ટમાં કેર વર્તાવતા 23 વર્ષ બાદ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યુ હતું. યુવીએ ટૂર્નામેન્ટમાં 90થી વધુની એવરેજથી 362 રન બનાવ્યા હતા, સાથે તેને 15 વિકેટ પણ ઝડપી હતી.
યુવીએ ક્રિકેટ કેરિયરમાં ટીમ ઇન્ડિયાને એક-બે વાર નહીં પણ ચાર-ચાર વખત વિશ્વ ચેમ્પિયન બનાવી છે, તેનો પોતાના દમ પર 4 વર્લ્ડકપ અપાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ 7 આઇસીસી ટૂર્નામેન્ટ ફાઇનલ રમનારો એકમાત્ર ખેલાડી છે, તે 3 વાર ચેમ્પિયન ટ્રૉફી અને 2 વાર વર્લ્ડકપ અને એક વાર વર્લ્ડકપ ટી20 ફાઇનલ રમ્યો છે.
યુવરાજ સિંહે વર્ષ 2007માં રમાયેલા પહેલા ટી20 વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. યુવીએ ઇંગ્લેન્ડના બૉલર સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવરમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવી દીધો હતો. આ સીરીઝમાં યુવી બેસ્ટ બેટ્સમેન તરીકે સિલેક્ટ થયો હતો.
ત્યારબાદ વર્ષ 2000માં કોલંબોમાં રમાયેલા અંડર 19 વર્લ્ડકપમાં પણ યુવરાજ સિંહે શાનદાર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી, યુવીએ સીરીઝમાં 200થી વધુ રન બનાવવાની સાથે 12 વિકેટ ઝડપી હતી. સાથે તે મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો.
યુવરાજ સિંહે પહેલો વર્લ્ડકપ અંડર 16 લેવલ પર રમ્યો હતો, આ ટૂર્નામેન્ટમાં યુવરાજ મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો.