ધોનીને તેનાથી જુનિયરો કરતાં 2 કરોડ રૂપિયા ઓછો મળશે પગાર, બોર્ડે કરી શું સ્પષ્ટતા?
'એ' કેટગરીમાં એવા ખેલાડીઓ છે જેઓનું ટેસ્ટ કે શોર્ટ ફોરમેટમાં સ્થાન મહદ્ અંશે નિશ્ચિત છે. 'બી' વર્ગમાં જે ખેલાડીઓ છે તેઓ હજુ એક ફોરમેટમાં આવનજાવન કરે છે.જ્યારે ગ્રુપ 'સી'ના ખેલાડીઓ છેલ્લા વર્ષોમાં ભારત તરફથી ટેસ્ટ કે શોર્ટ ફોરમેટ રમી ચૂક્યા છે. તેઓની એન્ટ્રી પણ બોર્ડર લાઇન પર હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા જાહેર થયેલા ભારતીય ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાંચ ખેલાડીઓ કેપ્ટન કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને જ 'એ' પ્લસમાં મૂકવામાં આવ્યા છે. આ કેટગરીના ખેલાડીઓને 7 કરોડ રૂપિયા 2018ના સપ્ટેમ્બર સુધીના વર્ષ માટે મળશે.
અગાઉના વર્ષોમાં ક્રિકેટરોને 'એ' 'બી' અને 'સી' એમ ત્રણ વર્ગમાં જ વહેંચવામાં આવતા હતા પણ આ વખતે 'એ' પ્લસ, એ, બી અને સી એમ ચાર કેટગરી પાડવામાં આવી છે. બધાને એ વાતનું આશ્ચર્ય છે કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીને 'એ' પ્લસની જગાએ 'એ' કેટગરીમાં મૂકવામાં આવ્યો છે.
ધોનીનો ગ્રેડ બદલાતાં તેને 7 કરોડ રૂપિયાની જગાએ 5 કરોડ રૂપિયા મળશે. ધોનીને તેના જુનિયર ક્રિકેટરો કરતાં પણ ઓછો પગાર મળશે. બોર્ડના પ્રવકતાએ આ અંગે જણાવ્યું છે કે જે ખેલાડીઓ ત્રણેય ફોરમેટમાં રમતા હોય અને તેઓુનું સ્થાન નિશ્ચિત હોય તેવાને અમે 'એ' પ્લસમાં મૂક્યા છે તેના સિવાય બીજું કોઇ કારણ નથી.
ધોની આદરણીય અને ફીટનેસ, ફોર્મ ધરાવતો ખેલાડી છે પણ હવે તે વન ડે અને ટી 20માં જ રમે છે. તેને ખાસ મહત્વની ના હોય તેવી શોર્ટ ફોરમેટની ટુર્નામેન્ટ કે શ્રેણીમાં આરામ અપાતો હોય છે. તે જ ધોરણે પૂજારા ટેસ્ટ મેચ જ રમે છે અને શોર્ટ ફોરમેટમાં નથી રમતો તેથી તેને પણ એ પ્લસ કેટેગરીમાં નથી સમાવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -