મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફેમસ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે રિલેશનશિપમાં છે તેની ચર્ચાઓ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. સૂત્રો મુજબ ગત બે વર્ષથી શ્રદ્ધા અને રોહન બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને તેઓ 2020 સુધીમાં લગ્ન પણ કરી લેશે.

જોકે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠે પોતાના રિલેશનશિપ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. સૂત્રો અનુસાર શ્રદ્ધા અને રોહન 2020માં લગ્ન કરી શકે છે અને બંનેએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી કપૂર લગ્નને લઈને ઘણાં વિચારો કરી રહી છે.

શ્રદ્ધા કપૂર સ્ટ્રીટ ડાંસર 3D, બાઘી 3 અને ઘણી ફિલ્મોમાં વ્યસ્ત રહેવાની છે. તે વચ્ચે તેને લગ્નની તૈયારીઓ પણ શરૂ કરવાની રહેશે. શ્રદ્ધા કપૂર ઘણાં અભિનેત્રીઓની જેમ લગ્ન બાદ પણ ફિલ્મો કરશે. જોકે શક્તિ કપૂરની પુત્રીની રિલેશનશિપની ચર્ચાઓને અફવા માની રહ્યાં છે.

તેમણે કહ્યું હતુ કે, શ્રદ્ધા કપૂર આગામી 4 કે 5 વર્ષ સુધી લગ્ન કરશે નહીં. તેની પાસે ખુબ કામ છે અને તે પોતાના પ્રોજેક્ટને લઈને ફોક્સ કરવા માંગે છે. આ માટે આગલા 2 વર્ષ માટે તે ખુબ વ્યસ્ત છે.