મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ કબીર કાનની ફિલ્મ 83માં જાણીતા ક્રિકેટર અને વર્ષ 1983નો વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ માટે રણવીર સિંહે કપિલ દેવ સાથે ઘણો સમય વિતાવ્યો. લાગે છે તે તેની અસર હવે જોવા મળી છે. આ અમે નહીં પણ ઇન્ટરનેટ પર ચર્ચા થઈ રહી છે.


અભિનેતા શરીબ હાશમીએ કપિલ દેવની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કપિલ દેવ રેડ કલરની ટીશર્ટ અને રંગબેરંગી પેન્ટમાં જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતાં શરીબે લખ્યું- કપિલ સર રણવીર સિંહની બાયોપિકની તૈયારી કરી રહ્યા છે.


ફોટોમાં કપિલ દેવે લાલ રંગની ટી શર્ટ અને નીચે બ્લુ, લાલ અને સફેદ રંગનું પેટર્ન વાળુ પેન્ટ પહેર્યું છે. ત્યાર પછી તો ટ્વીટર પર બધાએ કપિલ દેવની ફિરકી લેવાનું ચાલુ કરી દીધું હતું.