‘જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે અલગ જ પ્રકારનો બોલર બની જાઉં છું’
વધુમાં બોલ્ટે જણાવ્યું હતું કે સિરીઝ આ રીતની શરૂઆત કરવી એ સારી નહોતી, પરંતુ અમને અમારી કુશળતા પર વિશ્વાસ હતો. અમારી પાસે એવી યોજના હતી કે જે ગમે ત્યારે ગમે તે ટીમ માટે ખરાબ સાબીત થઇ શકે છે અને આજે આ યોજના સફળ થઇ જેનો આનંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેંટ બોલ્ટે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ પણે પરિસ્થિતિ પર આધાર રાખે છે. બોલને હવામાં આવી રીતે સ્વિંગ થતા જોઇને આનંદ થાય છે. મને લાગે છે કે જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે હું એકદમ અલગ જ પ્રકારનો બોલર બની જાઉં છું. મેં આ વાતનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ગુરુવારે કહ્યું હતું કે, જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે તે અલગ પ્રકારનો બોલર બની જાય છે. સીરીઝના ચોથા વનડે મેચમાં તેણે પાંચ વિકેટ લઈને ભારતને માત્ર 92 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે આ મેચ 8 વિકેટે જીતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -