નવી દિલ્હી: શનિવારે સાઉથમ્પ્ટનમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તા સામે ભારતે 11 રને રોમાંચક જીત મેળવી હતી. ટોસ જીતીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 224 રન બનાવી શકી હતી. ત્યારે લો સ્કોરિંગનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 49.5 ઓવરમાં 213 રન બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે ભારત અને અફઘાનિસ્તાનની મેચમાં મોહમ્મદ શમીની છેલ્લી ઓવર ચર્ચાનો વિષય બની હતી. આ ઓવરમાં ધોનીએ શમી સાથે વાત કરી તે પણ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

મોહમ્મદ શમીએ 50મી ઓવર નાખવાની શરૂ કરી તેના પહેલાં જ બોલે મોહમ્મદ નબીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ટીમને 5 બોલમાં જીતવા માટે 12 રનની જરૂર હતી પરંતુ ધોનીએ શમી સાથે વાત કરવા માટે દોડી આવ્યો હતો અને તેની વાત કરી હતી. ત્યાર બાદ શમીએ નાબીની વિકેટ ઝડપી પાડી હતી. આ પછી આફ્તાબ આલમ અને મુજીબ ઉર રહેમાનની વિકેટ પણ લીધી. પરંતુ અહીં ચાહકોને મોટો સવાલ એ થઈ રહ્યો હતો કે ધોનીએ એવું તો શું કહ્યું કે શમીને હેટ્રિક મળી ગઈ?

મહેન્દ્ર સિંહ ધોની મોહમ્મદ શમી સાથે શું કરી આ અંગે શમીએ જ ખુલાસો કર્યો છે અને કહ્યું હતું કે, છેલ્લી ઓવરમાં 16 રન જોઈતા હતા જે થઈ શકે તેમ હતાં પરંતુ પોતાના પર વિશ્વાસ હતો કે થવા નહીં દઉં. પહેલા બોલ પર ચોગ્ગો વાગ્યા બાદ મનમાં હતું કે જો હવે ભૂલ કરી તો આંખો દોષનો ટોપલો મારા માથે આવવાનો છે. ત્યારે કોશિશ કરતો હતો કે બોલ રડારમાં જ પડે…”

આ દરમિયાન રમિઝ રાજાએ સવાલ કર્યો કે, પહેલા બોલ પર ચોગ્ગો પડ્યા બાદ ધોની ભાગીને તમારી પાસે આવીને શું વાત કરી હતી? આ સવાલના જવાબમાં શમીએ જણાવ્યું હતું કે, તેમનું એ જ કહેવું હતું કે, ચોગ્ગો વાગી શકે છે કોઈ વાંધો નથી પરંતુ તો પોતાને પાછો લાવવાની કોશિશ કર, તું તારો પ્લાન ચેન્જ ના કરતો... જે તારા મગજમાં છે તું તેના પર ફોક્સ કરીને ત્યાં બોલ નાખજે, કશું જ કરવાની જરૂર નથી. રન નહીં જ થાય.