નવી દિલ્હીઃ ઘણીવાર ક્રિકેટના મેદાન પર કેટલીક એવી ઘટનાઓ પણ બને છે, જ્યારે હંસવુ રોકવુ મુશ્કેલ બની જાય છે. આવી જ એક ઘટના ઇંગ્લેન્ડમાં કાઉન્ટર ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઘટી. અહીં બૉલર આઉટની અપીલ એવી કરે છે કે તે પીચ પર જ ઢળી પડે છે. આ ઘટનાને જોઇને સાથી ખેલાડીઓ અને એમ્પ્યાર પણ હંસવા લાગે છે.



કાઉન્ટરી ચેમ્પિયનશિપના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં સસેક્સનો બૉલર ટૉમ હેન્સ મીડિલસેક્સના બેટ્સમેન જેમ્સ હેરિસને એલબીડબલ્યૂની અપીલ કરી રહ્યો છે. આ અપીલ કરતાં કરતાં હેન્સ પીચ પર જ ગબડી પડે છે, આ સાથે જ સાથી ખેલાડીઓ, એમ્પાયર અને કૉમેન્ટેટર પણ હંસવા લાગે છે.