ગેઈલે ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટને કહ્યું હતું કે હવે પહેલા જેટલું સરળ નથી જ્યારે હું તંદુરસ્ત હતો. જોકે બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે. તેના મગજમાં એ હોય છે કે તે ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમેન છે.
શું કોઈ વિરોધી ટીમ હજુ પણ તમારાથી ડરે છે. તેના જવાબમાં ગેઈલે કહ્યું હતું કે તમને ખબર નથી. તમે તેમને પુછો. કેમેરા પર પુછો તો કેમેરા ઉપર તે કહેશે નહીં પણ કેમેરો હટતા જ કહેશે કે તે મારાથી ડરે છે. ગેઈલે કહ્યું હતું કે મને તેમાં મજા આવે છે. મને ફાસ્ટ બોલરોનો સામનો કરવાની હંમેશા મજા આવે છે. તેનાથી મને બેટિંગ કરવાની પ્રેરણા મળે છે. મને આવા પડકારો પસંદ છે.
ગેઈલે આ વર્ષની શરુઆતમાં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીમાં 4 મેચમાં 106ની એવરેજથી 424 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે 39 સિક્સર ફટકારી હતી.