આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટ કોહલીને કહ્યો 'પૈસાનો લાલચી', જાણો કેમ
abpasmita.in | 19 May 2019 02:46 PM (IST)
કોહલી અને પંત એક કંપની માટે પુરુષ કૉસ્મેટિક્સ પ્રૉડક્ટ્સની જાહેરાત કરી રહ્યાં છે. આનો એક વીડિયો પણ છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર ઋષભ પંતની એક કૉસ્મેટિક્સ પ્રૉડક્ટની એડને લઇને હવે મજાક ઉડી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન બ્રેડ હોઝે સોશ્યલ મીડિયા પર કોહલીના એડ વીડિયોની નિંદા કરી છે. કોહલી અને પંત એક કંપની માટે પુરુષ કૉસ્મેટિક્સ પ્રૉડક્ટ્સની જાહેરાત કરી રહ્યાં છે. આનો એક વીડિયો પણ છે. હોઝે આ વીડિયોની મજાક ઉડાવતા કહ્યું કે, ‘‘મને નવાઇ લાગે છે કે લોકો પૈસા માટે શું શું કરે છે.’’ આ ટ્વીટ પરથી માની શકાય કે હોજે કોહલીને પૈસાનો લાલચી ગણાવ્યો હોઇ શકે.