નવી દિલ્હીઃ દુનિયાનો દિગ્ગજ ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડિઝનો સૌથી ધાતક બેટ્સમેન બ્રાયન લારા ફરી એકવાર મેદાન પર જોવા મળ્યો, સિલેક્ટર ફેન્સ કપની મેચમાં બ્રાયન લારાને રમતો જોઇને દર્શકો અને ફેન્સ ખુશ થઇ ગયા હતા. લારાએ પોતાના ટ્રેડમાર્ક શૉટથી ફેન્સને પણ ખુશ કર્યા હતા. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ક્વિન્સ પાર્કના ઓવર સ્ટેડિયમના પોર્ટ ઓફ સ્પેનમાં સિલેક્ટર ફેન કપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેચમાં દુનિયાના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ પણ બેટિંગ કરી હતી. 50 વર્ષીય લારાએ પોતાની જુની અદામાં જુના અને પોતાના ટ્રેડમાર્ક શૉટ, લેટ કટ ફટકાર્યા હતા.


આ મેચ બ્રાવે ઇલેવન અને પોલાર્ડ ઇલેવનની વચ્ચે હતી, બ્રાયન લારા બ્રાવે ઇલેવન તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો. લારાએ અનોખા અંદાજમાં બેટિંગ કરી જોકે, 12 બનાવીને લારા આઉટ થઇ ગયો હતો.