મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે ઈતિહાસ રચી દિધો છે. સ્ટુઅર્ટ બ્રોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનારો ચોથો અને ઓવરઓલ 7મો બોલર બની ગયો છે. બ્રૉડે વેસ્ટ ઈન્ડિઝના ઓપનર ક્રેગ બ્રેથવેટને પોતાનો 500મો શિકાર બનાવ્યો હતો.



સ્ટુઅર્ટ બ્રોડ પહેલા તેના સાથી એન્ડરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તરફથી આ સિદ્ધિ મેળવી હતી. વર્ષ 2017મા એન્ડરસને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 500 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી.

સ્ટુઅર્ટ બ્રોડ પહેલા મુરલીધન, શેન વોર્ન , અનિલ કુંબલે, જેમ્સ એન્ડરસન, મેકગ્રા અને કોર્ટની વોલ્શએ ટેસ્ટ મેચોમાં 500થી વધુ વિકેટ ઝડપી છે.