કોહલીનો એક હાથે અકલ્પનિય કેચ પકડાનારા ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરનો ભાઈ છે ટેરરિસ્ટ, જાણો વિગત
જોકે હજુ સુધી એ સાબિત નથી થયું કે આ દસ્તાવેજ લખવા પાછળનો ઉદ્દેશ શું હતો. ધરપકડ બાદ મંગળવારે બપોરે ખ્વાજાને પેરામાટની સ્થાનીક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેને કડક શરતો સાથે જામીન મળી ગયા હતા. હાલમાં તેને પાસપોર્ટ પણ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં જન્મેલ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ઇજાને કારણે વિતેલા કેટલાક સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવર્સિટી પરિસરમાં મળેલ એક કથિત દસ્તાવેજને લઈને છે જેમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની યોજનાનો ઉલ્લેખ હતો. એક ઓસ્ટ્રેલિયન અખબારે અહેવાલ આપ્યા છે કે, અર્સાકન ખ્વાજા યૂનિવર્સિટીમાં 25 વર્ષીય મોહમ્મદ કમેર નિજામુદ્દીનનો સહયોગી છે. નિજામુદ્દીનની કથિત આતંકવાદી યાદીના મામલે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એ વાત સામે આવી હતી કે મળેલ દસ્વાતેજ અને નિજામુદ્દીનની હેન્ડ રાઈટિંગ મેળ નથી ખાતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઈની ગુરુવારે કાઉન્ટર-ટેરરિઝમ પોલીસે ધરપકડ કરી હતી. ખ્વાજાના ભાઈને ટેરર ટાર્ગેટની નકલી યાદી બનાવવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 39 વર્ષી અર્સાકન ખ્વાજાની સિડનીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે કાયદાને પ્રભાવિત કરવા માટે નકલી દસ્તાવેજની મદદ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -