ફોર્બ્સ લિસ્ટઃ હાર્દિક પંડ્યાની આવકમાં થયો તોતિંગ વધારો, નિવૃત્તિ બાદ પણ કમાણીમાં સચિનનો દબદબો, જાણો વિગત
ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિનના એડિટર બ્રાઇન કારવાલ્હોએ જણાવ્યું કે આ વર્ષના લિસ્ટમાં ભારતની જાણીતી હસ્તીઓની સાથે કેટલાક નવા સુપરસ્ટાર પણ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને યંગસ્ટર્સે બાજી મારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા ભારતના 100 સૌથી ધનિક સેલિબ્રિટીની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર સલમાન ખાન સતત ત્રીજા વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં સૌથી વધારે કમાણી કરનારો ભારતીય સેલિબ્રિટી જાહેર થયો હતો. જ્યારે બીજા નંબર પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી છે. તેની કુલ આવક 228.09 કરોડ રૂપિયા છે.
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે ઈજાના કારણે ભારતીય ટીમમાં સામેલ નહીં કરવામાં આવેલા બરોડાના ક્રિકેટર હાર્દિક પંડ્યાને જોરદાર ફાયદો થયો છે. 2017માં માત્ર 3.04 કરોડ રૂપિયા કમાનારા હાર્દિક પંડ્યાની આવક વધીને 28.46 કરોડ થઈ ગઈ છે. પંડ્યાની આવકમાં ગતવર્ષ કરતાં 9 ગણો વધારો નોંધાયો છે.
ફોર્બ્સના ટોપ 10 સૌથી ધનિક સેલિબ્રિટીના લિસ્ટમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની 101.77 કરોડ રૂપિયાની કમાણી સાથે પાંચમાં નંબર પર છે. 2017માં ધોનીની કુલ આવક 63.77 કરોડ રૂપિયા હતા. ભારતનો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર નિવૃત્તિ બાદ પણ ટોપ-10 લિસ્ટમાં સામેલ છે. 80 કરોડની કમાણી સાથે તે નવમાં નંબર પર છે. 2017માં સચિનની કમાણી 82.50 કરોડ હતી. સચિનની આવકમાં ઘટાડો થયો હોવા છતાં તે ટોપ-10 લિસ્ટમાં છે.
ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને મનીષ પાંડેને ફોર્બ્સના સૌથી ધનિક સેલિબ્રિટીના લિસ્ટમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે. બુમરાહ 16.42 કરોડ રૂપિયાની કમાણી સાથે 60માં નંબર પર છે. જ્યારે મનીષ પાંડે 13.08 કરોડની આવક સાથે 77માં નંબર પર છે. આ બંનેની કમાણીનું મુખ્ય સ્ત્રોત આઈપીએલ અને બીસીસીઆઈનો વાર્ષિક કરાર રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -