નવી દિલ્હીઃ પાકિસ્તાની ટીમ હાલમાં વર્લ્ડકપની રેસમાંથી લગભગ બહાર ફેંકાઇ ગયેલી દેખાઇ રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર બર્ગર વૉર શરૂ થઇ ગયુ છે. પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ બર્ગરને પાકિસ્તાનની હાર પાછળ બર્ગરને જવાબદાર ગણી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં બર્ગર પર કૉમેન્ટ કરવામાં આવી રહી છે. બર્ગરની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક કોહલી અને બીજી વિલિયમસનની છે. ઇંગ્લેન્ડ સામે પહેલા ભારત હાર્યુ, અને ગઇકાલે ન્યૂઝીલેન્ડ હાર્યુ. આ બન્નેની હારથી પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયુ છે. એક તસવીરમાં ભારતીય કેપ્ટન ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર છતાં બર્ગર ખાઇ રહ્યો હતો, જ્યારે બીજી તસવીરમાં પણ ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન વિલિયમ્સન બર્ગર ખાઇ રહ્યો હતો.