બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ અમે બાળક ગુમાવ્યું, વોર્નરની પત્નીનો ખુલાસો
33 વર્ષીય કેન્ડિસે ઓસ્ટ્રેલિયામાં મહિલાઓના એક મેગેઝિનને જણાવ્યું કે, ‘મેં ડેવને બાથરૂમમાં બોલાવીને કહ્યું કે મને ખૂબ રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે. અમને ખબર પડી ગઈ હતી કે અમારું બાળક રહ્યું નથી. અમે એકબીજાને પકડીને ખૂબ રડ્યાં.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્ડિસ વોર્નરે કહ્યું કે, માર્ચમાં પ્રેસ કોન્ફરન્સના એક સપ્તાહ બાદ તેણે બાળક ગુમાવી દીધું હતું. આ માટે તણાવ અને વધારે પડતી ફ્લાઇટ મુસાફરીને જવાબદાર ગણાવવામાં આવી.
સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ડેવિડ વોર્નર માટે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે ખુલાસો કર્યો કે, ‘બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તણાવના કારણે મેં મારું બાળક ગુમાવી દીધું છે. આ ઘટના બાદ મારો ગર્ભપાત થઈ ગયો હતો.’
વોર્નરને બે સંતાનો છે. ડેવિડ અને કેન્ડિસ ત્રીજા બાળકની તૈયારીમાં હતા પરંતુ પ્રેગનેન્સીની ખબર પડ્યા બાદ થોડા જ દિવસોમાં તેમણે બાળક ગુમાવી દીધું હતું. કેન્ડિસે કહ્યું કે, પહેલા અપમાનનો સામનો કરવાનો તણાવ અને બાદમાં 23 કલાકની લાંબી ઉડાને અમે ભાંગી નાંખ્ હતા, જેની અસર અમારા વધતા પરિવાર પર પડી.
તેણે કહ્યું, આનાથી મારું દિલ તૂટી ગયું હતું. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ અમે અપમાનિત થઈ રહ્યા હતા અને આ ઘટનાથી હું ભાંગી પડી હતી. તે ક્ષણે અમે નક્કી કરી લીધું કે હવે અમારા જીવન પર આ પ્રકારની કોઈ વાતની અસર નહીં થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -