એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું કે, અમે આગામી ટી20 વર્લ્ડકપ માટે ફીટ અને યોગ્ય ટીમ શોધવાની કોશિશ કરી રહ્યાં છે. કોહલીએ કહ્યું કોઇપણ યુવા ખેલાડીઓનું ટીમમાં સ્થાન પરમેનન્ટ નથી. પ્રદર્શન ખરાબ રહ્યું તો ટીમની બહાર થઇ શકે છે.
કોહલીએ કહ્યું કે, ટી20 વર્લ્ડકપ પહેલા અમારે 30 ટી20 મેચો રમવાની છે, એટલે દરેક ખેલાડીએ, જેને જેટલી મેચ રમવાનો મોકો મળે તેમાં પોતાનુ પ્રદર્શન બતાવવું પડશે, પોતાને સાબિત કરીને બતાવવું પડશે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલીનું આ નિવેદન યુવાઓ માટે ખાસ છે, કેમકે પ્રદર્શન ડાઉન થતાં ગમે ત્યારે ગમે તે ખેલાડીનું પત્તુ કપાઇ શકે છે..