હું કોણ છું, કેવો છું તે બતાવવા માટે મારે બેનર લઈને ફરવાની જરૂર નથીઃ વિરાટ કોહલી
કોહલીને પૂછવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયા મીડિયાએ તેને સીરીઝનો ખલનાયક બનાવી દીધો છે ત્યારે કોહલીએ કહ્યું કે, હું કેવા પ્રકારનો માણસ છું તે જાણવા માટે તેઓએ (શાસ્ત્રી) મારી સાથે પર્યાપ્ત સમય વિતાવ્યો છે. જે લોકો મને જાણે છે, તમે તેને પૂછી શકો છો. હું પોતે આ સવાલનો જવાબ ન આપી શકું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ કહ્યું કે, લોકો મારા અંગે શું વિચારે છે, તે વાતની હું ચિંતા કરતો નથી. પરંતુ લોકોના વિચારને માન જરૂર આપુ છું. હું ઈમાનદારીથી કહું છું કે લોકો મારા વિશે લખે છે કે કહે છે તેનો મને કોઈ જ ખ્યાલ નથી અને મને તે વાતની કોઈ ચિંતા પણ નથી. દરેક લોકોની પોતાની દ્રષ્ટી હોય છે અને હું તેને માન આપુ છું.
મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પોતાની સાર્વજનિક છબીને લઈનો લોકોની વચ્ચે બનેલ ધારણાને લઈને વધારે પરેશાન નથી. કોહલીને જ્યારે વર્ષોથી લોકોની વચ્ચે બનેલ તેની છબિ વિશે તેનો મત પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, ‘હું શું કરું છું અથવા હું શું વિચારું છું, હું બેનર લઈને સમગ્ર દુનિયાને નથી બતાવવાનો કે હું કેવો છું અને તમારે મને પસંદ કરવો જોઈએ. આ પ્રકારની વસ્તુઓ બહાર હોય છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -