નવી દિલ્હી: ક્રિકેટ વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે બે વખત વર્લ્ડકપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ માટે ‘અમુલ્ય’ છે. ખાસ કરીને વિકેટની પાછળ. કોહલીએ કહ્યું કે ધોની જે રીતે નિસ્વાર્થ ભાવે રમત રમે છે. તે તેમને ખાસ બનાવ છે. ટીમ પ્રશાસને એક સ્ટ્રેટેજી પુલ બનાવ્યો છે જેમાં ધોની અને રોહિત શામેલ છે.
કોહલીએ ધોની અંગે વાત કરતા કહ્યું કે, મારા કેરિયરની શરુઆત તેમના માર્ગદર્શનમાં થઈ છે. ખૂબજ ઓછા લોકો તેમને નજીકથી જાણતા હશે જેટલું હું જાણું છું. ધોની વિશે ખાસ વાત એ છે કે તે ટીમના પહેલા આગળ રાખે છે. અને તેમેનો અનુભવને ટીમમાં લાવે છે.
30 મે થી શરુ થઈ રહેલા વર્લ્ડકપમાં ધોની અને રોહિત શર્માના નેતૃત્વકારી ભૂમિકાને લઈને ઘણી આશા રહેશે. ધોની અનુભવનો ખજાનો છે.
કોહલીએ આગળ વાત કરતા કહ્યું કે, ધોની અને રોહિત શર્માએ હાલમાં રમાયેલી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું. બન્નેએ જે રીતે કેપ્ટન તરીકે પોતાની જવાબદારી નીભાવી તે દેખાડે છે કે તેઓ વર્લ્ડકપમાં ટીમને શું આપી શકે છે. ધોની પાસે તો વિરાસત છે. તેથી બન્નેના લીડરશીપ રોલમાં હોવું ટીમ માટે સારું છે.
વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયાની જીતમાં કેપ્ટન કોહલી સિવાય ક્યા બે ખેલાડીનો પણ રહેશે મહત્વનો રોલ, જાણો વિગત
abpasmita.in
Updated at:
15 May 2019 08:53 PM (IST)
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલીએ વર્લ્ડકપની તૈયારીને લઈને કહ્યું કે ટીમ પ્રશાસને એક સ્ટ્રેટેજી પુલ બનાવ્યો છે જેમાં ધોની અને રોહિત શામેલ છે. વર્લ્ડકપમાં આ બન્નેની નેતૃત્વકારી ભૂમિકાને લઈને ઘણી આશા રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -