ઈંગ્લેન્ડમાં કોહલીની સૌથી મોટી કેપ્ટન ઈનિંગ, જાણો ટીમ ઈન્ડિયાના જ ક્યા દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો
આ ઉપરાંત પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ અઝહરૂદ્દીનના નામે હતો. તેણે 1990માં 121 રન બનાવ્યા હતા. કોહલીએ અઝહરનો પણ આ રેકોર્ડ તોડ્યો હતો.
ભારત તરફથી ઇંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે સૌથી વધુ રનનો રેકોર્ડ મંસૂર અલી ખાન પટૌદીના નામે હતો. તેમમે 1967માં લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 148 રન બનાવ્યા હતા.
એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીએ પોતાને મળેલા ત્રણ જીવત દાનનો ફાયદો ઉઠાવતાં ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. કોહલીએ 149 રન બનાવવાની સાથે પટૌદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને જીતવા માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો છે જેના જવાબમાં ટીમ ઈન્ડીયાએ ત્રીજા દિવસની રમતના અંતે પાંચ વિકેટ ગુમાવી 110 રન બનાવી લીધા છે. ભારતને હજુ 84 રન બનાવવાના બાકી છે. વિરાટ કોહલી 43 રને અને દિનેશ કાર્તિક 18 રને રમતમાં છે.