પાકિસ્તાનના આ 36 વર્ષના બોલરે 4 ઓવરમાં 1 જ રન આપ્યો, ગેલ-લેવિસ જેવા ધુરંધરને પણ કર્યા આઉટ. જાણો વિગત
મેચ બાદ ઈરફાને કહ્યું કે, હું મારા પ્રદર્શનથી ખુશ છું પરંતુ જો મારી ટીમ જીતી હોત તો વધારે ખુશી થાત. પરંતુ ટી20 ક્રિકેટનો સૌથી ચુસ્ત સ્પેલ ફેંકીને ઘણો ખુશ છું. મને આ પ્રકારની વિકેટ પર બોલિંગ કરી સારું લાગે છે. લાઇવ વિકેટ પર મારી હાઇટના કારણે વધારે ઉછાળ મળે છે. મારા માટે સંતોષજનક પ્રદર્શન રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાબોડી ફોસ્ટ બોલર મોહમ્મદ ઇરફાને શનિવારે રાત્રે 4 ઓવરના સ્પેલમાં માત્ર એક રન આપીને 2 વિકેટ હાંસલ કરી. તેના 24માંથી 23 બોલ પર એક પણ રન નહોતો બન્યો. તેના સ્પેલના અંતિમ બોલ પર બેટ્સમેને એક રન લીધો હતો. તેની બોલિંગનો આંકડો 4-3-1-2 હતો. 7 ફૂટ એક ઈંચ લાંબા આ બોલરે ક્રિસ ગેઈલ અને ડ્વિન લુઇસની વિકેટ લીધી હતી.
ઈરફાનની કાતિલ બોલિંગ છતાં તેની ટીમે હારનો સામનો કરવો પડ્યો. બારબાડોસે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા અને કીટ્સે 148 રનનો ટાર્ગેટ 4 વિકેટ ગુમાવીને 18.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઈરફાન છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે ગેઈલને ઇનિંગની પ્રથમ બોલ પર જ આઉટ કર્યો હતો.
જમૈકાઃ ટી-20 ક્રિકેટમાં કોઈ બોલર મેડન ઓવર નાંખે તો સિદ્ધિ માનવામાં આવતી હોય છે, પરંતુ જો કોઈ બોલર તેના 4 ઓવરના સ્પેલના 24 બોલમાંથી 23 બોલ ડોટ નાંખે તો ચમત્કાર જ કહેવાય. આવું જ કંઈક કર્યું છે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાને. તેણે ટી20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ચુસ્ત બોલિંગ સ્પેલ ફેક્યો છે. ઈરફાને કેરેબિયન પ્રીમિયર લીગમાં બારબોડસ ટ્રિડેંટ્સ તરફથી રમતા આ સિદ્ધિ મેળવી હતી. જોકે તેમ છતાં તેનો આ દેખાવ ઈરફાનની ટીમને સેંટ કીટ્સ અને નેક્સિ સામે જીત અપાવી શકી નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -